Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

એલજી દ્વારાપ્રીમિયમ સાઇડ બાય સાઇડ રેફ્રિજરેટર્સનું સ્‍થાનિક ઉત્‍પાદન શરૂઃ રૂ. ર૦૦ કરોડનું રોકાણ

રાજકોટ તા. ર૩: પ્રધાનમંત્રી મોદીના મેક ઇન ઇન્‍ડિયાના વિઝન અને આત્‍મનિર્ભર ભારતમિશન (સ્‍વનિર્ભરભારત) સાથે સંલગ્ન, ભારતની અગ્રણી કન્‍ઝયુમર કયુરેબલ્‍સ બ્રાન્‍ડ, એલજી ઇલેકટ્રોનિકસ ઇન્‍ડિયા, તેની પુણે ઉત્‍પાદન સુવિધામાં સાઇડ બાય સાઇડ રેફ્રિજરેટર્સની સ્‍થાનિક ઉત્‍પાદન લાઇનનું ઉદ્દઘાટન કર્યું.

નવું એકમ એલજી ઇલેકટ્રોનિકસના ગ્‍લોબલ રેફ્રિજરેટર પ્રેસિડેન્‍ટ હ્યુઉકલી, એલજી ઇલેકટ્રોનિકસ ઇન્‍૯િયાના એમડી શ્રી હોંગ જુજિયોન, એલજી ઇલેકટ્રોનિકસ ઇન્‍ડિયાના હોમ એપ્‍લાયન્‍સીસ અને એરકંડિશનર્સના ડાયરેકટર શ્રી હોયંગ સબ જી અને અન્‍ય વરિષ્‍ઠ મહેમાનોની હાજરીમાં ઉદ્દઘાટન કરવામાં આવ્‍યું હતુ઼. આશરે રૂ. ર૦૦ કરોડના રોકાણ સાથે નવું એકમ આધુનિક ટેકનોલોજીઝ અને મશીનરીઝ સાથે સુસજજ હોઇ ડબલ-ડોર અને સિંગલ-ફોર રેફ્રિજરેટર્સ ઉપરાંત સાઇડ બાય સાઇડ રેફ્રિજરેટર્સનું ઉત્‍પાદન કરવા સુસજજ છે.

પુણેના રાજણ ગાવમાં સ્‍થિત આ એકમ પર.૮ એકરમાં પથરાયેલું છે. લગભગ ર૦૦કે સાઇડ બાય સાઇડ રેફ્રિજરેટર યુનિટ્‍સની વાર્ષિક ઉત્‍પાદન ક્ષમતા સાથે આ ઉત્‍પાદન વિસ્‍તરણ વધતની ગ્રાહકોની માગણીને પહોંચી વળવા અને ભારતીય બજારમાં કંપનીના પોર્ટફોલિયાને વિસ્‍તારવા માટે મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવશે. પુણે એકમ ટીવી, વોશિંગ મશીન, એસી અને મોનિટરોનું ઉત્‍પાદન પણ કરશે.

આ ઉદ્દઘાટન પર બોલતાં એલજી ઇલેકટ્રોનિકસ ઇન્‍ડિયાના એમડી હુંગ  જુજિયોએ જણાવ્‍યું હતું કે, ‘‘લગભગ રપ વર્ષથી ભારતીય બજારમાં અમારી હાજરી સાથે અમે સતત લાખો સંતુષ્‍ટ ગ્રાહકોને સેવા આપી છે. સ્‍થાનિકીકરણ મુખ્‍ય ભિન્‍નકર્તા છે, કારણ અમે સતત ભારતીય અંતદ્રષ્‍ટિને આધારે પ્રોડકટો વિકસાવી છે. અમે માનનીય વડાપ્રધાન મોદીના મેક ઇન ઇન્‍ડિયાના મિશન માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ

(3:51 pm IST)