Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ઘરમાં નાનુ નાળીયેર , ધાતુનો કાચબો, પિરામીડ, ગોમતી સર્કલ જેવી વસ્તુ રાખવાથી આર્થીક સમસ્યા દુર થાય

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કંઇ વસ્તુ કંઇ દિશામાં રાખો છો ઍના પર આધાર રાખે

તમે કેટલાક એવા લોકોને જોયા હશે જેમનું બેંક એકાઉન્ટ મહિનાની છેલ્લી તારીખ પહેલાં જ ખાલી થઈ જાય છે. આ લોકોના માથા પર હંમેશા કોઈને કોઈ લેણુ રહેતું હોય છે. તેઓ ઈચ્છે તો પણ તેમના ખર્ચાઓ પર કાબૂ મેળવી શકતા નથી. ત્યારે જ્યોતિષીઓનું કહેવું છે કે, આવી સ્થિતિમાં જો કેટલીક ખાસ વસ્તુઓ ઘરમાં રાખવામાં આવે તો આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે.

નાના નાળિયેરને શ્રીફળ પણ કહેવામાં આવે છે. લઘુ નારિયેળ સામાન્ય નારિયેળ કરતાં ઘણું નાનું હોય છે. કહેવાય છે કે, જે ઘરોમાં નાના નારિયેળ રાખવામાં આવે છે ત્યાં પૈસાની કમી નથી હોતી. તે તમને માત્ર આર્થિક મોરચે જ લાભ નથી આપતું, પરંતુ અનાજના ભંડારોને ક્યારેય ખાલી થવા દેતું નથી.

તમે ઘણા લોકોના ઘરમાં ચાંદી, પિત્તળ અથવા કાંસાનો કાચબો જોયો હશે. કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. કહેવાય છે કે, કાચબો રાખવાથી ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે. આર્થિક સમૃદ્ધિ માટે કાચબાને હંમેશા ઉત્તર દિશામાં રાખવો જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં પિરામિડ રાખવાથી આર્થિક સમૃદ્ધિ વધે છે. એવું કહેવાય છે કે, જે ઘરમાં ક્રિસ્ટલ પિરામિડ હોય છે તેના સભ્યોની આવક ઝડપથી વધે છે. તેની સાથે સકારાત્મક ઉર્જાનો પણ વિકાસ થાય છે. પિરામિડ હંમેશા એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં ઘરના લોકો વધુમાં વધુ સમય વિતાવે.

શાસ્ત્રોમાં ગોમતી ચક્રને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. ગોમતી ચક્ર એ ગોમતી નદીમાં ચક્રના આકારમાં મળેલો પથ્થર છે. આ ચક્રને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને ઘરની સુખ-શાંતિ અને આર્થિક સમૃદ્ધિ પર કોઈની ખરાબ નજર નથી આવતી. એવું કહેવાય છે કે, 11 ગોમતી ચક્રને પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

કહેવાય છે કે, કમલગટ્ટાની માળાથી ધન મળે છે. આ માળા વડે તમારા ઈષ્ટ દેવતાના નામનો 108 વાર જાપ કરો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.

(5:57 pm IST)