Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે સર્જિકલ સ્ટ્રાઈકને લઈને લઈને સવાલો ઉઠાવ્યા: કોંગ્રેસે તેનું અંગત નિવેદન ગણાવ્યું :ભાજપે કર્યો પલટવાર

ભાજપે કહ્યું કે બેજવાબદાર નિવેદનો કરવા એ કોંગ્રેસ પાર્ટીનું પાત્ર છે: કોંગ્રેસે કહ્યું -- તેમના અંગત મંતવ્યો છે, કોંગ્રેસ પાર્ટીના નથી :કોંગ્રેસે રાષ્ટ્રીય હિતમાં તમામ લશ્કરી કાર્યવાહીને સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ સમર્થન કરશે.

 : જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ફરી એકવાર પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈકને લઈને સવાલો ઉઠાવ્યા છે,બાદ સર્જિકલ સ્ટ્રાઈકને લઈને દેશમાં ફરી રાજકીય હોબાળો શરૂ થયો છે,. દિગ્વિજય સિંહે સર્જીકલ સ્ટ્રાઈક પર ટિપ્પણી કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ જવાબી કાર્યવાહી કરી છે. ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે બેજવાબદાર નિવેદનો કરવા એ કોંગ્રેસ પાર્ટીનું પાત્ર છે. આપણા સુરક્ષા દળો વિરુદ્ધ બોલનાર કોઈપણને દેશ સહન કરશે નહીં.


બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ દિગ્વિજય સિંહના આ નિવેદન પર પલટવાર કર્યો છે. કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે ટ્વીટ કર્યું, 'વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ દ્વારા આજે વ્યક્ત કરાયેલા વિચારો તેમના અંગત મંતવ્યો છે, કોંગ્રેસ પાર્ટીના નથી. 2014 પહેલા યુપીએ સરકારે પણ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. કોંગ્રેસે રાષ્ટ્રીય હિતમાં તમામ લશ્કરી કાર્યવાહીને સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ સમર્થન કરશે. દિગ્વિજય સિંહે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરીએ કે અમે આટલા લોકોને માર્યા. પરંતુ આજદિન સુધી તેનો કોઈ પુરાવો મળ્યો નથી.

 

(8:33 pm IST)