Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી લગ્નના બંધને બંધાઈ ગયા

શેટ્ટી અને રાહુલના પરિવારજનોએ મર્યાદીત સંખ્યાના લોકોની ઉપસ્થિતીમાં ખંડાલામાં લગ્નનુ આયોજન

મુંબઈ : ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી લગ્નના બંધને બંધાઈ ચુક્યા છે. બોલિવુડના એક્શન હિરો સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા અને રાહુલના લગ્નને લઈ સમારોહ જબરદસ્ત યોજવામાં આવ્યો હતો. સોમવારે ખંડાલામાં લગ્નનુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને જ્યાં શેટ્ટી અને રાહુલના પરિવારજનોએ મર્યાદીત સંખ્યાના લોકોની ઉપસ્થિતીમાં લગ્ન સમારોહ યોજ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીને સાથી ખેલાડીઓ અને ફેન્સ દ્વારા શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે

આ દરમિયાન શુભેચ્છાઓ સાથે ફેન્સ દ્વારા ભારતીય ટીમના ખેલાડીઓને લઈ કેટલાક મીમ્સ અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં મજાક કરતા કહેવામાં આવી રહ્યુ છે, કે આ ખુશીઓ કેએલ રાહુલના લગ્નની છે. ખાસ કરીને ડાન્સ કરતા વિડીયોમાં કરામત કરીને ચહેરાઓ બદલી ભારતીય ખેલાડીઓના ચહેરાઓ લગાડવામાં આવ્યા છે. આવા ફની વિડીયો રાહુલ અને અથિયાના લગ્નને લઈ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

 

કેએલ રાહુલ અને આથિયાના લગ્નની વિધી સંપન્ન થઈ ચુકી છે. સુનિલ શેટ્ટીની પુત્રી આથિયાના લગ્ન ધામધૂમ પૂર્વક કર્યા છે. લગ્નને લઈ એક્શન ફિલ્મોના જાણિતા અભિનેતા સુનિલ શેટ્ટીએ ખૂબ તૈયારીઓ પુત્રીના લગ્નને લઈ કરી હતી. લગ્ન હોય એટલે નાચગાન તો જરુર થી હોય જ. હાલમાં વનડે સિરીઝ ન્યુઝીલેન્ડ સામે ચાલી રહી છે. જેને લઈ ભારતીય ટીમના મોટા ભાગના સ્ટાર ખેલાડીઓ અને ટીમ હાલમાં ઈન્દોર છે. હવે આવી સ્થિતીમાં રાહુલને સાથી મીત્રોની ખોટ જરુર સાલી હશે. પરંતુ સોશિયલ મીડિયા પર ફેન્સે આ કમી સહેજ પણ રહેવા દીધી નથી. મસ્ત મજાના વિડીયો શેર કરીને રાહુલ અને આથિયાના લગ્નની કેપ્શન લખી દીધી છે. જે પસંદ પણ ખૂબ આવી રહ્યા છે.

 

(9:39 pm IST)