Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

કેરળના એર્નાકુલમ જીલ્લામાં 2 વિધાર્થીઓ ચેપી નોરો વાયરસથી સંક્રમિત થયા

હવે એર્નાકુલમ જીલ્લામાં ધોરણ 1 થી 5ના વિધાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ સુવિધા શરૂ કરાશે

કેરળના એર્નાકુલમ જીલ્લામાં સોમવારે 2 વિધાર્થીઓ ચેપી નોરો વાયરસથી સંક્રમિત થયા હોવાની વિગતો સામે આવી છે. નોરો વાયરસને કારણે પેટની બીમારી થાય છે, જોકે તે ખૂબ જ ચેપી હોય છે. એર્નાકુલમ જીલ્લામાં ધોરણ 1 થી 5ના વિધાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ સુવિધા શરૂ કરવામાં આવશે.

  જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વાયરસને ફેલતો અટાકવવા માટે પગલા લેવાનું શરૂ કર્યું છે. નોરો વાયરસને કારણે પેટ સંબંધિત બીમારી થાય છે. જેના કારણે વ્યક્તિને ઝાડા-ઉલ્ટી થઈ શકે છે. સ્વસ્થ લોકોમાં નોરો વાયરસના માઈલ્ડ લક્ષણો જોવા મળે છે. જોકે નાના બાળકો, વૃદ્ધ અને અન્ય બીમારીઓનો સામનો કરતા લોકો માટે આ વાયરસ ઘાતક સાબિત થઈ શકે છે

  આ વાયરસ ગંદા પાણી અને દૂષિત ખોરાક દ્વારા ફેલાય છે. આ સિવાય તે ચેપગ્રસ્ત લોકોના સંપર્કથી પણ ફેલાય છે. કેરળના  અલપ્પુઝા જિલ્લામાં અને તેના આસપાસના વિસ્તારોમાંથી વર્ષ 2021માં દરમિયાન નોરો વાયરસના 920 કેસ સામે આવ્યા હતા. આ પ્રકોપ દોઢ મહિના સુધી ચાલ્યો હતો. ગત વર્ષે જૂનમાં પણ નોરો વાયરસના બે કેસ સામે આવ્યા હતા. .

 

(10:58 pm IST)