Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

પોંડુચેરીમાં સરકારના પતન બાદ દક્ષિણ ભારતમાં કોંગ્રેસનો સફાયો : પાંચ રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણી પડકાર

મધ્યપ્રદેશ અને કર્ણાકટકમાં સરકાર ગબડતા હવે કોંગ્રેસની પાંચ રાજ્યોમાં સતા બચી

નવી દિલ્હી: પોંડિચેરીમાં કોંગ્રેસની સરકાર પડી ગઈ છે. સોમવારે ફ્લોર ટેસ્ટમાં મુખ્યમંત્રી વી નારાયણસામી હારી ગયા છે. નારાયણસામીએ ઉપરાજ્યપાલ તમિલિસાઈ સૌદરરાજન સાથે મુલાકાત કરીને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે. કોંગ્રેસના ધારાસભ્ય કે લક્ષ્મીનારાયણ અને DMK ધારાસભ્ય વેકટેશનને રવિવારે રાજીનામું આપ્યા બાદ 33 સભ્યો ધરાવતી વિધાસભામાં કોંગ્રેસ-DMK ગઠબંધનના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 11 થઈ ગઈ હતી. જ્યારે વિપક્ષ પાસે 14 ધારાસભ્યોનું સંખ્યાબળ હતું

પોંડિચેરીમાં સરકાર તૂટ્યા બાદ કોંગ્રેસનો દક્ષિણ ભારતમાંથી સફાયો થઈ ગયો છે. બે વર્ષ પહેલા જ કર્ણાટકમાં કોંગ્રેસનો પરાજય થયો હતો. હવે પાર્ટીએ પોંડિચેરીમાં પણ પણ સત્તા ગુમાવી દીધી છે. એક જમાનો હતો, જ્યારે દક્ષિણ ભારત કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. જો કે હવે તસ્વીર બદલાઈ રહી છે. તો ચાલો એક નજર નાંખીએ હવે ક્યાં રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બચી છે.ngress Crisis 
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપની સામે કારમા પરાજય બાદ કોંગ્રેસ સતત નબળી પડતી જઈ રહી છે. કેટલાક રાજ્યોમાં પાર્ટીએ જરૂર સારુ પ્રદર્શન કર્યું છે, પરંતુ જો સમગ્ર દેશના દ્રશ્ય પર નજર નાંખીએ તો, કોંગ્રેસ સતત પાછળ પડતી જઈ રહી છે. હવે માત્ર 5 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બચી ગઈ છે. આ રાજ્યોમાં પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાન. જ્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોંગ્રેસ ગઠબંધનમાં સામેલ છે

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે 15 વર્ષ બાદ સત્તા હાંસલ કરી હતી, પરંતુ માત્ર 15 મહિના બાદ જ સરકાર પડી ભાંગી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થતાં જ 25 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. જે બાદ એક વખત ફરીથી શિવરાજ સિંહ મુખ્યમંત્રી બની ગયા.

આવી જ રીતે જુલાઈ 2019માં કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલરના ગઠબંધનમાં રહેલા 17 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. જે બાદ અહીં પણ સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી.ongress Crisis 
આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, અસમ અને પોંડિચેરીમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. જેમાં કોંગ્રેસ માટે જીત મેળવવી એક મોટો પડકાર હશે. બંગાળમાં આ વખતે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીને જંગ છે. અહીં કોંગ્રેસ પાર્ટી લેફ્ટ સાથે ગઠબંધનમાં છે. બીજી તરફ તમિલનાડુમાં કોંગ્રેસ DMK સાથે ગઠબંધન કરીને સત્તામાં આવવાનો પ્રયત્ન કરશે. કેરળ અને અસમમાં પણ કોંગ્રેસ માટે રાહ આસાન નહીં રહે.

(12:00 am IST)
  • રાજકોટ વોર્ડ નં.૧૬ ભાજપના રૂચીતાબેન જોશી માત્ર ૧૧ મતથી જીત્યાઃ ફરી ગણતરીની માંગની શકયતા :વોર્ડ નં.૧૬ના ભાજપના ઉમેદવાર રૂચીતાબેન જોશીને ૮૬૦૦ અને કોંગ્રેસના રસિલાબેન ગેરૈયાને ૮૫૮૯ મત મળેલ માત્ર ૧૧ મતનો ફર્ક પડતા કોંગ્રેસ ફરીથી મતગણતરી કરાવે તેવી શકયતા access_time 3:59 pm IST

  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,462 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,29,326 થઇ :એક્ટિવ કેસ 1,44,027 થયા: વધુ 13,659 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,24,146 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,598 થયા access_time 9:01 am IST

  • સુરતમાં પાટીલના ગઢમાં ‘આપ' પક્ષે ગાબડુ પાડયુ : ૨૫ બેઠકો મેળવી : ભાજપને ફાળે ૭૨ બેઠકોઃ કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફાઃ ૨૪ બેઠકો ઉપર ગણતરી ચાલુ : બપોરે ૪ વાગ્‍યે આ લખાય છે ત્‍યારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૬ બેઠકો જાહેર થઈ છે અથવા તો ટ્રેન્‍ડ જાહેર થયા છે : જેમાંથી અરવિંદ કેજરીવાલનો નવોદીત આપ પક્ષ ૨૫ બેઠકો લઈ જાય છે : ભાજપને હજુ સુધી ૭૨ બેઠકો સાથે સાદી બહુમતી મળી રહી છે, જયારે કોંગ્રેસને બેઠક મેળવવાના ફાંફા છે અને એક પણ બેઠક મળી નથીઃ કોંગ્રેસની તમામ બેઠકો ‘આપ' ખૂંચવી ગયેલ છે આપની બેઠકો હજુ પણ વધે તેવી શકયતા છેઃ કુલ ૨૪ બેઠકની મતગણતરી હવે થઈ રહી છે access_time 4:24 pm IST