Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ફેફસામાં કોરોના સંક્રમણની ગંભીરતા દર્શાવશે ''અનામ નેટ'' ન્યુમોનિયા, ફાઇબ્રોસીસ અને ફેફસાના કેન્સરને પણ પકડી પાડશે

આઇ આઇ એસ સીના વૈજ્ઞાનિકોએ ડેવલપ કર્યુ નવું સોફટવેર ટુલ

બેંગ્લોર : કોવિદ-૧૯ દર્દીઓમાં ફેફસાના સંક્રમણની ગંભીરતાની ભાળ  મેળવવા માટે ભારતીય વિજ્ઞાન સંસ્થાન (આઇઆઇએસસી)ના વૈજ્ઞાનિકોએ ''અનામનેટ'' નામનું એક નવું સોફટવેર ટુલ વિકસીત કર્યુ છે. આ સોફટવેરને વિકસીત કરવામાં નોર્વેની ઓસ્લો યુનિવર્સીટી હોસ્પિટલ અને એડગર યુનિવર્સીટીએ પણ સહયોગ આપ્યો છે.

આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ પર આધારીત ''અનામનેટ'' નામનું આ સોફટવેર ટુલ કોવિદ-૧૯ સંક્રમિત દર્દીની છાતીના સીટીસ્કેનને વાંચી શકે છે. સ્કેનમાં અસામાન્ય લક્ષણોનો ઉંડાણપુર્વકનો અભ્યાસ કરીને તે દર્શાવી શકે છે કે કેટલું નુકસાન થયું છે.

''અનામનેટ''ને ડેવલપ કરનાર પ્રોફેસર ફણીન્દ્ર યલવર્દીએ કહ્યું કે ઇમેજ પ્રોસેસીંગ ટેકનીક વાળો આ સોફટવેર ફેફસાના અસામાન્ય લક્ષણોની તપાસ કરીને સંક્રમિત બિન સંક્રમિત વિસ્તારોને દર્શાવીને ગંભીરતા સપષ્ટતા કરે છે.

આ સોફટવેરને ''કોવસેગ'' નામની એક મોબાઇલ એપ વિકસીત કરવામાં સફળતા મળી છે. જે સામાન્ય માણસો માટે મફત છે. તેનાથી કોવિદ-૧૯ સંક્રમણની ગંભીરતાની સાથે ન્યુમોનિયા, ફાઇબ્રોસીસ અને ફેફસાના કેન્સર જેવા રોગો માટે પણ ઉપયોગ કરી શકશો.

(1:00 pm IST)