Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ગુમ થયેલા ૧૩૦થી વધુને મૃત જાહેર કરવા સરકારની પ્રક્રિયા

સાતમી ફેબ્રુઆરીએ ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટ્યું હતું : રાહત અને બચાવ કાર્યની ટીમોએ ૬૮ મૃતદેહોને બહાર કાઢ્યા હતા, જ્યારે ૧૩૬ ગુમ હોવાનું જાણવા મળ્યું છે

દેહરાદુન, તા. ૨૩ : ૭મી ફેબ્રુઆરીએ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટ્યા બાદ ભયંકર પૂર આવ્યું હતું, ઘટનાના ૧૫ દિવસ બાદ રાજ્ય સરકારે ગુમ થયેલા ૧૩૦થી વધુ લોકોને 'ધારેલા મૃત' તરીકે જાહેર કરવાની પ્રક્રિયા શરુ કરી છે અને સોમવારે અંગેનું એક જાહેરનામું પણ બહાર પાડ્યું હતું.

સોમવાર સુધીમાં, રાહત અને બચાવ કાર્યની ટીમોએ વિસ્તારમાંથી ૬૮ મૃતદેહો બહાર કાઢ્યા હતા, જ્યારે ૧૩૬ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. શોધવામાં આવેલા મૃતદેહોમાંથી ૧૪ તપોવન પાસેની એનટીસી હાઈડ્રોપાવર પ્રોજેક્ટ સાઈટની ટનલમાંથી મળી આવ્યા હતા. જ્યારે બાકીના મૃતદેહો ઉપરના ભાગમાં બહાર કાઢવામાં આવ્યા હતા.

બાબતથી પરિચિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જે લોકો હોનારતમાં ગુમ થયા છે, તેમની સાત વર્ષ સુધી ભાળ મળે તો તેમને મૃત જાહેર કરવામાં આવે છે. પરંતુ કિસ્સામાં, રજિસ્ટ્રેશન ઓફ બર્થ્સ એન્ડ ડેથ્સ એક્ટ, ૧૯૬૯ની જોગવાઈને લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ ગુમ થયેલા વ્યક્તિઓને નિર્ધારિત સાત વર્ષની મુદ્દત પહેલા મૃત જાહેર કરી શકાય છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત પરિવારને સહાય આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મૃતકના પરિવારજનોને લાખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા લાખ રુપિયાની સહાય કરવામાં આવશે. ૨૦૧૩માં કેદારનાથમાં થયેલી દુર્ઘટનામાં પણ, જે લોકો ગુમ થયા હતા તેમને સાત વર્ષના સમયગાળા પહેલા મૃત જાહેર કરવામાં આવ્યા હતા, તેમ સરકારના સૂત્રોએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારનું જાહેરનામું, કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ રાજ્યના આરોગ્ય સચિવ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જેમા ગુમ થયેલા વ્યક્તિઓ માટે મૃત્યુનું પ્રમાણપત્ર આપવાની અરજીઓનો નિકાલ કરવા માટે જિલ્લા કક્ષાએ નિયુક્ત અધિકારીઓની નિમણૂકની વિગતો આપવામાં આવી છે.

મૃત્યુનું પ્રમાણપત્ર આપવાના હેતુસર, ગુમ થયેલા વ્યક્તિઓને ત્રણ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. પહેલું, જેઓ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારો અથવા નજીકના વિસ્તારોના રહેવાસી હતા. બીજું, જેઓ ઉત્તરાખંડના બીજા જિલ્લાના રહેવાસી હતા, પરંતુ ૭મી ફેબ્રુઆરીએ ઘટના બની ત્યારે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારોમાં હાજર હતા. ત્રીજું, જે લોકો બીજા રાજ્યોના હતા અને ઘટના બની તે દિવસે ત્યાં હતા', તેમ જાહેરનામામાં કહેવામાં આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યના આરોગ્ય સચિવ અમિત નેગીએ પણ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને પણ દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોના પરિવારના સભ્યો અથવા સંબંધીઓને મૃત્યુનું પ્રમાણપત્ર આપવા અંગેની પ્રક્રિયાનું પાલન કરવા પત્ર લખ્યો છે.

(7:38 pm IST)