Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

પતિને છોડીને પ્રેમીની સાથે ભાગેલી પરીણિતાનો આપઘાત

રાંચીની એક કોલોનીમાંથી મહિલાની લાશ મળી : ત્રણ વર્ષની પુત્રીને લઈને પતિને છોડીને ભાગી આવેલી મહિલા સાથે પ્રેમિએ છેતરપિંડી કરતાં જીવન ટૂંકાવ્યું

રાંચી, તા. ૨૩ : છત્તિસગઢની રાજધાની રાંચીના ખેલગામ પોલીસે આનંદ વિહાર કોલોનીના એક મકાનમાં પંખા સાથે લટકતી એક મહિલાની લાશ બહાર મળી આવી હતી. મહિલા ઉત્તર પ્રદેશથી તેના પ્રેમી સાથે રાંચી આવી હતી, પરંતુ પ્રેમીએ છેતરપિંડી કર્યા બાદ તેણીએ ગળે ફાંસો ખાઇને જીદગી ટૂંકાવી દીધી છે. ઘટના ૧૨ ફેબ્રુઆરીએ બની હતી. ત્રણ દિવસ પછી, ૧૫ ફેબ્રુઆરીએ, પોલીસે ઘરમાંથી લટકેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો. નિશાની લાશ પંખાથી લટકતી મળી હતી.

પોલીસે કહ્યું કે, યુપીના ફતેહપુરમાં રહેતી નિશા(નામ બદલ્યું છે)ને તેના પતિના મિત્ર સિદ્ધાર્થ સાથે પ્રેમ થઈ ગયો. સિદ્ધાર્થ અને નિશાનો ગેરકાયદેસર સંબંધ હતો અને ગયા વર્ષે નવેમ્બરમાં નિશા તેની વર્ષની પુત્રીને લઇને તેના પ્રેમી સાથે રાંચી ભાગી આવી હતી. અને ખેલગાંવ ઓપી સ્થિત આનંદ વિહાર કોલોનીમાં રહેતી હતી. પરંતુ પ્રેમી તેને પોતાની પાસે રાખવા માટે બે લાખ રૂપિયા માંગતો હતો. આની માટે તેને સતત પરેશાન પણ કરવામાં આવતી હતી. તેના પ્રેમીના વર્તનથી ત્રસ્ત, નિશાએ ૧૨ ફેબ્રુઆરીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ નિશા પર આત્મહત્યાના દિવસે પણ હુમલો કર્યો હતો, અને ઘરેથી ભાગી છૂટ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. નિશાના પતિ આશિષે રાંચી પોલીસને જણાવ્યું હતું કે, તેના લગ્ન ૨૦૧૨માં હેમા સાથે થયા હતા. તે ફતેહપુરના ગંગા નગરમાં રહે છે. સિદ્ધાર્થ મારા ઘરે આવતો જતો હતો. સમય દરમિયાન સિદ્ધાર્થને પત્ની સાથે પ્રેમ સંબંધ રૂ થયો. ગયા વર્ષે નવેમ્બરમાં સિદ્ધાર્થ તેની પત્ની અને પુત્રીને લલચાવી ફોસલાવી રાંચી લઈ ગયો હતો. નિશા જ્યારે ઘરેથી ભાગી ત્યારે ઘરેણાં અને ૮૦ હજાર રૂપિયા પણ લઈ ગઈ હતી. ડિસેમ્બરે, નિશાએ તેની માતાને ટેલિફોન કરી અને તે રાંચી હોવા અંગે જણાવ્યું હતું. તેણે કહ્યું કે, પુત્રીને છોડાવવાના બદલામાં સિદ્ધાર્થ લાખ રૂપિયા માંગતો હતો.

(7:41 pm IST)
  • રાજકોટ વોર્ડ નં.૧૬ ભાજપના રૂચીતાબેન જોશી માત્ર ૧૧ મતથી જીત્યાઃ ફરી ગણતરીની માંગની શકયતા :વોર્ડ નં.૧૬ના ભાજપના ઉમેદવાર રૂચીતાબેન જોશીને ૮૬૦૦ અને કોંગ્રેસના રસિલાબેન ગેરૈયાને ૮૫૮૯ મત મળેલ માત્ર ૧૧ મતનો ફર્ક પડતા કોંગ્રેસ ફરીથી મતગણતરી કરાવે તેવી શકયતા access_time 3:59 pm IST

  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,462 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,29,326 થઇ :એક્ટિવ કેસ 1,44,027 થયા: વધુ 13,659 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,24,146 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,598 થયા access_time 9:01 am IST

  • ૪ કોર્પોરેશનના તમામ પરિણામો જાહેર : (૧) રાજકોટ : ૭૨માંથી ૬૮ ભાજપ, ૪ કોંગ્રેસ (૨) જામનગર : ૬૪માંથી ૫૦ ભાજપ, ૧૧ કોંગ્રેસ, ૩ બસપા (૩) ભાવનગર : ૫૨માંથી ૪૪ ભાજપ, ૮ કોંગ્રેસ (૪) વડોદરા : ૭૬માંથી ૬૬ ભાજપ, ૧૦ કોંગ્રેસ : અમદાવાદ - સુરતની કેટલીક બેઠકોની ગણત્રી ચાલુ છે ત્યારે અમદાવાદમાં ૧૯૨માં ૧૩૯ બેઠકો ભાજપ મેળવે છે, કોંગ્રેસ ૧૫ અને ૧ અન્ય પક્ષને, મોડે સુધી ગણત્રી ચાલશે. જયારે સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ૯૩ બેઠક ભાજપ મેળવી રહ્યું છે (૫૫ જાહેર થઈ), ૨૫ બેઠક ઉપર આપનો વિજય, ૨ ઉપર આપ આગળ છે, કોંગ્રેસને એક પણ મળી નથી. access_time 4:57 pm IST