Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

અમેરિકામાં કોરોનાથી મૃત્યુઆંક 5 લાખથી વધુ : 5 દિવસનો શોક જાહેર : રાષ્ટ્રીય ધ્વજ અડધા નમાવેલા રાખવાનો આદેશ

પ્રથમ વિશ્વ યુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ અને વિયતનામ યુદ્ધમાં અમેરિકનોના મોત કરતા વધારે મોત કોવિડના કારણે થયા

અમેરિકામાં કોવિડ-19થી મોતનો આંકડો પાંચ લાખને પાર થવા પર રાષ્ટ્રપતિ જો બાઈડને દેશને સંબોધિત કર્યું હતું  દુનિયામાં કોરોનાના સૌથી વધારે મોત અમેરિકામાં થયા છે.

રાષ્ટ્રને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું, “એક દેશના રૂપમાં આપણે એવા ક્રૂર ભાગ્યને સ્વીકાર કરી શકીએ નહીં. આપણે દુ:ખની ભાવનાને સુન્ન થવા દેવી નથી.”

વ્હાઈટ હાઉસ બહાર મીણબત્તીઓ સળગાવીને મૃત લોકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી, સાથે જ રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિએ પોત-પોતાના જીવન સાથીઓ સાથે થોડી વાર મૌન રાખ્યું.હતું અત્યાર સુધી 28.1 મીલિયનથી વધારે અમેરિકન કોરોના સંક્રમણની ચપેટમાં આવી ચૂક્યા છે, જે એક વૈશ્વિક રેકોર્ડ છે.

રાષ્ટ્રપતિએ આગામી પાંચ દિવસ માટે સરકારી ઈમારતો પર બધા જ રાષ્ટ્રીય ધ્વજ અડધા નમાવેલા રાખવાનો આદેશ આપ્યો.

વ્હાઈટ હાઉસે પોતાના ભાષણની શરૂઆતમાં તેમને કહ્યું કે, પ્રથમ વિશ્વ યુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ અને વિયતનામ યુદ્ધમાં જેટલા અમેરિકનોના મોત થયા નથી તેનાથી વધારે કોવિડના કારણે થયા છે

(11:01 pm IST)