Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

આઈંસ્ટાઈન જેવો દેખાતો દુકાનદાર વાયરલ: બાગપતમાં ચાટવાળા વચ્ચે ખેલાયું ધિંગાણુ

સોશ્યલ મીડિયામાં વિડિઓ વાયરલ : આઠ લોકોની ધરપકડ

લખનૌ : યુપીના  બાગપતમાંથી હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અમુક લોકો એકબીજાને બરાબરના ગડદાપાટુ લગાવી રહ્યા છે. બાગપતમાં એક ચાટવાળાએ અન્ય ચાટવાળાના ગ્રાહકોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. પછી તો શું. એક ચાટ માટે યુદ્ધ છેડાઈ ગયું.

જે મામલે પોલીસે આઠ લોકોની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયામાં વીડિયો તો ઠીક હવે તો તેની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર મીમ્સ સ્વરૂપે વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે, વાંકડીયા વાળ ધરાવતો જે મીડલમાં બેઠેલ વ્યક્તિ એકદમ આલ્બર્ટ આઈંસ્ટીન માફક દેખાતા શખ્સને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ તસ્વીરને અત્યાર સુધીમાં 6 હજાર કરતા પણ વધારે લોકોએ લાઈક કરી છે, જ્યારે 300થી વધારે રિટ્વિટ કર્યા છે. કમેન્ટ સેક્શનમાં લોકો મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે.

સોમવારના રોજ આ ઘટના ઘટી હતી. જ્યાં એક ચાટ વાળાને ત્યાં ભારે ભીડ એકઠી થઈ, ત્યારે આ વાત સામેના ચાટવાળાને ન ગમી, તેણે આ ગ્રાહકોને પોતાની તરફ ખેંચી લીધા, પછી જે ધમાધમ થઈ તે અહીં આપ વીડિયોમાં જોઈ શકો છો. બંને દુકાનદારો અને સાથે જ તેમના ચેલકાઓ દ્વારા બરાબરની ઝપાઝપી થઈ.

(12:52 am IST)