Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

NASAના રૉવરની અદભુત કમાલ:, મોકલ્યો મંગળ ગ્રહનો વિડીયો : પહેલીવાર સંભાળાયો અવાજ

5 કેમેરાઓએ એક સાથે મંગળ ગ્રહ પર ઉતરવાને રેકૉર્ડ કર્યું :ઑડિયો અને વિડીયોથી લાલ ગ્રહ વિશે માણસની વધારે સમજણ વધી

અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)એ મંગળ ગ્રહનું પહેલું ઑડિયો રેકૉર્ડિંગ મોકલ્યું છે. 10 સેકન્ડની આ વિડીયો ક્લિપમાં ઘણો ઓછો અવાજ છે. નાસાએ રોવરનો વિડીયો શેર કર્યો છે. નાસાના આ ઑડિયો અને વિડીયોથી લાલ ગ્રહ વિશે માણસની વધારે સમજણ વધી છે. નાસાના રોવરમાં લાગેલા કેમેરાએ પહેલીવાર દુનિયાને બતાવ્યું છે કે મંગળ ગ્રહ પર કઈ રીતે લેન્ડિંગ  થાય છે. નાસા દ્વારા જાહેર કરવામાં આવેલો આ વિડીયો 3 મિનિટ 25 સેકન્ડનો છે. આ વિડીયોમાં ત્રણ ફ્રેમ છે

હીટ શીલ્ડ અને પેરાશૂટ પણ નજર આવે છે. આ વિડીયોમાં નાસાના સ્ટાફની ખુશીની ક્ષણો પણ જોડવામાં આવી છે. નાસાએ કહ્યું કે, આ ઇતિહાસમાં પહેલીવાર થયું જ્યારે માર્સ પર લેન્ડિંગનો વિડીયો અને તસવીરો લેવામાં આવી છે. રોવરે મંગળ ગ્રહ પર ઉતરવાની કુલ 23000 તસવીરો મોકલી છે. રોવરે પેરાશૂટની મદદથી મંગળ ગ્રહની લાલ ધરતી પર લેન્ડ કરવાની એક-એક ક્ષણને કેમેરામાં કેદ કરી છે. 4 દિવસ પહેલા એટલે કે 19 ફેબ્રુઆરીના પર્સિવરેંસ રોવર ધરતીથી ટેકઑફ કર્યાના સાત મહિના બાદ સફળતાપૂર્વક મંગળ ગ્રહ પર લેન્ડ થયું હતુ.

25 કેમેરાવાળા પર્સિવરેંસ રોવરે અલગ-અલગ એન્ગલોથી મંગળની લાલ કાંકરીવાળી ધરતીને કેદ કરી છે. મંગળ ગ્રહની સપાટીની આટલી નજીકનો વિડીયો પહેલીવાર સામે આવ્યો છે. વિડીયો પ્રમાણે, મંગળ ગ્રહની સપાટી ઉબડ-ખાબડ છે. સપાટી પર વચ્ચે-વચ્ચે મોટા ખાડા પણ જોવા મળી રહ્યા છે. નાસા પ્રમાણે કહેવામાં આવ્યું કે, ગુરૂવારના જ્યારે પર્સિવરેંસે માર્સ પર લેન્ડિંગ કર્યું હતુ એ દરમિયાન આના માઇક્રોફોને કામ કામ કરવાનું અચાનક બંધ કરી દીધું હતુ. આ જ કારણ છે કે લેન્ડિંગ દરમિયાન આનો વિડીયો સામે આવી શક્યો નહીં.

જો કે ત્યારબાદ માઇક્રોફોને કામ કરવાનું શરૂ કર્યું અને હવે આની પહેલી ક્લિપ નાસાએ શેર કરી છે. રોવરમાં એક હેલીકોપ્ટર છે, જેને Ingenuity નામ આપવામાં આવ્યું છે. આ રોવર મંગળ ગ્રહ પર ઉતર્યા બાદ નાસાના વર્ષ 2006માં મોકલવામાં આવેલા ઑર્બિરટરની મદદથી પોતાનો ડેટા અને તસવીરો મોકલી રહ્યું છે. નાસાના 5 કેમેરાઓએ એક સાથે મંગળ ગ્રહ પર ઉતરવાને રેકૉર્ડ કર્યું. આ દરમિયાન આ ક્રાફ્ટ 7 મિનિટમાં 12 હજાર મીલ પ્રતિ કલાકની ઝડપથી 0 માઇલ પ્રતિ કલાકની ઝડપ પર આવી ગયું અને સપાટી પર લેન્ડ કર્યું.

(1:27 am IST)