Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા દ્વારકા નગરીમાં થનગનાટ

ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાયો

દેવભૂમિ દ્વારકા:વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. ત્યારે દ્વારકા નગરીમાં વડાપ્રધાનશ્રીને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આજરોજ ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. ગોમતી ઘાટ ખાતે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું.
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, દેવભુમિ દ્વારકા તેમજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દ્વારકાના ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. જેને પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ નિહાળી અભિભૂત થયા હતા.

   
(12:10 am IST)