Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

પોતાના અવાજથી હર્ષિતાએ તોડયો કાચનો ગ્‍લાસ... બનાવ્‍યો રેકોર્ડ

ભારતની પહેલી અલ્‍ટ્રા સુપ્રીનો ઓપેરા સીંગર સંગીતના માધ્‍યમથી દરરોજ સફળતા નવા શિખરો સર કરી રહી છે

જયપુરઃ રાજસ્‍થાનના જયપુરની હર્ષિતા રેવાડીયા બારમાં ધોરણમાં નાપાસ થવા છતાં તે જ વર્ષે કોલેજે ગઇ અને તે પણ ભણવા માટે નહિ પણ ભણાવવા માટે! ઇન્‍ડીયાઝ ગોટ ટેલેન્‍ટમાં પોતાના અવાજથી કાચનો ગ્‍લાસ તોડવાવાળી હર્ષિતા દેશની પહેલી અલ્‍ટ્રા સુપ્રીનો ઓેપેરા સીંગર છે. તે દેશ-વિદેશમાં પોતાની કલા પ્રદર્શીત કરી રહી છે. સાથોસાથ કેટલાય એવોર્ડ જીતી રહી છે.

હર્ષિતા જણાવે છે કે, સ્‍કુલમાં તેણી ભણવામાં નબળી હતી પરંતુ સંગીતમાં પહેલા નંબરે રહેતી હતી. વાલીઓ અને મિત્રોના કહેવાથી બાયોલોજી વિષય પસંદ કર્યો પરંતુ રૂચી તો સંગીતમાં જ હતી. ૧૧માં ધોરણમાં બરોબર મહેનત કરી. આ દરમિયાન પેરેન્‍ટસને લાગ્‍યું કે મારી મૌલીકતા છીનવાઇ રહી છે. માટે તેમણે મને સંગીતમાં આગળ વધવા છુટ આપી. પેરેન્‍ટસની સહમતીથી મારા જીવનમાં બદલાવ આવ્‍યો. ૧ર માં ધોરણમાં તો હું ફેઇલ થઇ ગઇ પરંતુ સંગીતમાં આગળ વધવાના રસ્‍તા ખુલી ગયા. તેણી કોલેજોમાં સંગીતના કલાસ લેવા લાગી અને આત્‍મનિર્ભર બની ગઇ. સાથોસાથ ઓપેરાની પ્રેકટીસ પણ ચાલુ રાખી. આ એ સમય હતો જયારે જયપુરમાં ઓપેરા જાણવાવાળા લોકો ન હતા અને પરિવારમાંથી કોઇ આર્થીક મદદ ન હતી.

હર્ષિતાએ ઓપેરા શીખ્‍યું અને પોતાના મ્‍યુઝીક પાર્ટનર દિપક રાજપુત જે ફલેમીંગો ગિટારીસ્‍ટ છે તેની સાથે બોલીવુડ ગીતોના ફયુઝન બનાવી પોતાની એક આગવી સ્‍ટાઇલ લોકો સમક્ષ રજુ કરી. આજે હર્ષિતાનું ખુદનું મ્‍યુઝીક બેન્‍ડ છે. તે પેરીસ અંડર ગ્રાઉન્‍ડ મ્‍યુઝીક ફેસ્‍ટીવલ એવોર્ડ, મહિલા એચીવર એવોર્ડ, મુંબઇ ઇન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટીવલ એવોર્ડ સહીત કેટલાય એવોર્ડ જીતી ચુકી છે. હર્ષિતાને પોતાના ડેબ્‍યુ સોંગ માટે દાદાસાહેબ ફાળકે ફિલ્‍મ ફેસ્‍ટીવલ એવોર્ડ પણ મળ્‍યો છે. આ એવોર્ડ જીતવાવાળી હર્ષિતા રાજસ્‍થાનની પહેલી મહિલા છે. ઇન્‍ડીયા ગોટ ટેલેન્‍ટમાં પોતાના મ્‍યુઝીક પાર્ટનર દિપક સાથે ભાગ લેતી વખતે તેણે પોતાના અવાજથી કાચનો ગ્‍લાસ તોડી નાખ્‍યો હતો.

(4:50 pm IST)