Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

સેન્સેક્સ ૨૮૯ પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી ૧૭૧૦૦ પોઈન્ટની નીચે આવ્યો

ફેડ રિઝર્વ ચીફના આક્રમક વલણથી સેન્સેક્સ, નિફ્ટી તૂટ્યા ઃ પાવર સેક્ટરના શેરો ચમક્યા ઃ સ્થાનિક શેરબજારમાં બેંકિંગ-નાણાકીય શેરોમાં મહત્તમ વેચવાલી જોવા મળી

મુંબઈ, તા.૨૩ : સ્થાનિક શેરબજારો ગુરુવારે ઘટાડા સાથે બંધ થયા છે. બીએસઈ  સેન્સેક્સ ૨૮૯.૩૧ પોઈન્ટ એટલે કે ૦.૫૦ ટકાના ઘટાડા સાથે ૫૭,૯૨૫.૨૮ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. એ જ રીતે એનએસઈ નિફ્ટી ૦.૪૪ ટકાના ઘટાડા સાથે ૧૭,૦૭૬.૯૦ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેક્ટોરલ મોરચે મિશ્ર વલણ હતું. રિયલ એસ્ટેટ, બેક્ન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) અને પીએસયુ બેક્ન ૦.૫-૧ ટકા સુધી ઘટીને બંધ થયા છે. તે જ સમયે, મેટલ, એફએમસીજી અને પાવર સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી હતી.

બીએસઈ  મિડકેપ ઈન્ડેક્સ ૦.૫ ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. જ્યારે, સ્મૉલકેપ ઈન્ડેક્સ સપાટ નોટ પર બંધ રહ્યો હતો.

એનએસઈ  નિફ્ટીમાં એસબીઆઈના શેરમાં સૌથી વધુ ૧.૮૩ ટકાનું નુકસાન જોવા મળ્યું હતું. એ જ રીતે બજાજ ઓટોમાં ૧.૫૫ ટકા, કોટક મહિન્દ્રા બેક્નમાં ૧.૫૩ ટકા, એચસીએલ  ટેકમાં ૧.૫૦ ટકા અને એશિયન પેઇન્ટ્સમાં ૧.૪૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

હિન્દાલ્કોએ એનએસઈ નિફ્ટીમાં સૌથી વધુ ૧.૪૯ ટકાનો વધારો નોંધાવ્યો હતો. એ જ રીતે મારુતિ સુઝુકીમાં ૧.૨૯ ટકા, નેસ્લે ઈન્ડિયામાં ૧.૦૧ ટકા, ઓએનજીસીમાં ૦.૭૬ ટકા અને ટાટા મોટર્સમાં ૦.૭૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

અમેરિકી ડોલર સામે રૃપિયો ૪૦ પૈસા મજબૂત થઈને ૮૨.૨૬ પર બંધ થયો છે. પાછલા સત્રમાં તે ૮૨.૬૬ના સ્તરે બંધ રહ્યો હતો.

જો કે ફેડ રિઝર્વમાં અપેક્ષા મુજબ ૨૫ બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો છે, યુએસ ટ્રેઝરી સેક્રેટરીના નિવેદન પછી ચિંતા વધી છે કે તમામ થાપણદારો માટે બ્લેક્નેટ ઈન્સ્યોરન્સ પર વિચારણા કરવામાં આવી રહી નથી. અમેરિકાના વાયદા બજારમાં ઉછાળાને કારણે સ્થાનિક બજારમાં શરૃઆતી ઘટાડા બાદ થોડી રિકવરી જોવા મળી હતી. જોકે, સ્વિસ નેશનલ બેંક દ્વારા ૫૦ બેસિસ પોઈન્ટના વધારાને કારણે યુરોપિયન માર્કેટમાં નબળાઈમાંથી રિકવરી લાંબો સમય ટકી શકી નથી.

(6:50 pm IST)