Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ભારતમાં ફક્‍ત ૧૦ ટકા લોકો જ કમાય છે મહિને ૨૫,૦૦૦/

અમીર અને ગરીબને ભેદરેખા નક્કી કરતો આર્થિક સલાહકાર પરિષદનો રિપોર્ટ

નવી દિલ્‍હી, તા.૨૩: ભારતની ગરીબી અને અમીરીની ખાઈને રેખાંકિત કરતો એક સરકારી રિપોર્ટ જાહેર થયો છે. પીએમ આર્થિક સલાહકાર પરિષદનો આ રિપોર્ટ આર્થિક વિકાસ માટે અપનાવામાં આવી રહેલા દ્રષ્ટિકોણની નિષ્‍ફળતાને ઉજાગર કરે છે. પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ દ્વારા તૈયાર કરવામા આવેલ ‘ભારતમાં અસમાનતાની સ્‍થિતિ' શિષર્ક હેઠળ રિપોર્ટ ઈંસ્‍ટીટયૂટ ફોર કોમ્‍પિટિટિવનેસ દ્વારા તૈયાર કરવામા આવી હતી. તેને ઈએસી-પીએમના અધ્‍યક્ષ વિવેક દેબરોયે જાહેર કર્યો છે.

આ રિપોર્ટ PLFS, રાષ્‍ટ્રીય પરિવાર, સ્‍વાસ્‍થ્‍ય સર્વે અને UDISE ૅ માંથી મળેલા આંકડા પર આધારિત છે. PLFS ૨૦૧૯-૨૦થી શોધેલા આંકડામાંથી જાણવા મળે છે કે, જેટલી સંખ્‍યાામં કમાનારા લોકો હોય છે, તેમાંના શરૂઆતી ૧૦ ટકા જ લોકોનો મોસિક પગાર ૨૫,૦૦૦ છે, જે કુલ આવકનો લગભગ ૩૦-૩૫ ટકા છે. શરૂઆતી ૧ ટકા કમાનારા લોકો, કુલ મળીને કુલ આવકના ૬-૭ ટકા કમાય છે.  જ્‍યારે શરૂઆતી ૧૦ ટકા કમાઉ લોકો, કુલ આવકના ૧/૩ આવકની ભાગીદારી રાખે છે.

રિપોર્ટ બે ભાગમાં છે. આર્થિક પાસુ અને સામાજિક-આર્થિક પાસુ- ૨૦૧૯-૨૦માં વિવિધ રોજગાર વર્ગોમાં સૌથી વધારે ભાગીદારી સર્વોચ્‍ચ સ્‍વરોજગાર કર્મીઓ (૪૫.૭૮ ટકા) નિયમિત વેતનકર્મી (૩૩.૫ ટકા) અને અનૌપચારિક કર્મચારી (૨૦.૭૧ ટકા) હતી. સૌથી ઓછી આવકવાળા વર્ગમાં પણ સ્‍વરોજગારવાળા કર્મચારીઓની સંખ્‍યા સૌથી વધારે છે. દેશનો બેરોજગારી દર ૪.૮ ટકા (૨૦૧૯-૨૦) છે અને કામગાર વસ્‍તીનું સંખ્‍યા ૪૬.૮ ટકા છે.

રિપોર્ટમાં રોજગારની પ્રકળતિ અનુસાર વેતન મેળવનારાને ૩શ્રેણીમાં નિયમિત વેતનભોગી- સ્‍વ નિયોજિત અને આકસ્‍મિક શ્રમિકોમાં વર્ગીકળત કરવામાં આવ્‍યા છે. જૂલાઈ-સપ્‍ટેમ્‍બર ૨૦૧૯માં નિયમિત વેતન મેળવનારા સરેરાશ માસિક વેતન ગ્રામિણ પુરુષો માટે ૧૩,૯૧૨ રૂપિયા અને શહેરી પુરુષો માટે ૧૯,૧૯૪ રૂપિયા હતું.જ્‍યારે ગ્રામિણ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓને તે જ સમયે ૧૨,૦૯૦ રૂપિયાની કમાણી કરી.

રિપોર્ટમાં અમુક સૂચનો પણ આપવામાં આવ્‍યા છે. જેમાં આવકનું વર્ગીકરણ, જેનાથી સંબંધિત વર્ગની જાણકારી પણ મળે છે. સાર્વભૌમિક બુનિયાદી આવક, નોકરીઓનું સર્જન, ખાસ કરીને ઉચ્‍ચ શિક્ષિત લોકો માટે સામાજિક સુરક્ષા યોજનાઓ માટે બજેટ વધારવાની ભલામણ સામેલ છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, ગ્રામિણ અને શહેરી વિસ્‍તારમાં શ્રમ શક્‍તિ ભાગીદારી દરની વચ્‍ચે અંતર જોતા આ આપણી સમજ છે કે, મનરેગા જેવી યોજનાઓને શહેરી વિસ્‍તારમાં પણ લાગૂ કરવી જોઈએ

(9:53 am IST)