Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

કોંગ્રેસમાં હવે પ્રિયંકા ગાંધીની ભૂમિકા વધશે: યુપીમાં પાર્ટી અધ્યક્ષના નામોની ચર્ચા શરૂ

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે બ્રાહ્મણ અથવા દલિત નેતાની નિમણૂક થવાની શકયતા

ઉદયપુરમાં તાજેતરમાં સંપન્ન થયેલા કોંગ્રેસ નવ સંકલ્પ શિવિર બાદ હવે આગામી થોડા દિવસોમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે. આ અંગે વિશ્વસનીય સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે. માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે બ્રાહ્મણ અથવા દલિત નેતાની નિમણૂક ચાલી રહી છે.

સૂત્રોએ જણાવ્યું કે સંભવિત નામોમાં પ્રમોદ તિવારી, રાજેશ મિશ્રા, નિર્મલ ખત્રી અને દલિત નેતા પીએલ પુનિયાનો સમાવેશ થાય છે. સંભવિત નામોમાંથી એક આચાર્ય પ્રમોદ કૃષ્ણમનું પણ હોઈ શકે. નોંધનીય છે કે નિર્મલ ખત્રી ભૂતકાળમાં પણ રાજ્ય એકમના પ્રમુખ રહી ચૂક્યા છે.

(7:02 pm IST)