Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

મદરેસા છે ત્યાં સુધી બાળકો ડૉક્ટર્સ, એન્જિનિયર્સ બનવાનું નહીં વિચારે

આસામના સીએમનું મદરેસાઓને લઈને મોટું નિવેદનઃજો ધર્મગ્રંથને આટલું મહત્વ આપવામાં આવે તો ઘરનું વાતાવરણ તેના માટે પૂરતું છે ઃ આસામના સીએમ

આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ મદરેસાને લઈને મોટું નિવેદન આપ્યું છે. સીએમ કહેવું છે કે, આ શિક્ષણ પદ્ધતિને કારણે આપણા મુસ્લિમ સમાજના બાળકો અભ્યાસમાં ઘણા પાછળ રહી જાય છે. જેની સીધી અસર તેમના ભવિષ્ય પર પડે છે. બીજી તરફ કુરાન અભ્યાસ અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, જો ધર્મગ્રંથને આટલું મહત્વ આપવામાં આવે તો ઘરનું વાતાવરણ તેના માટે પૂરતું છે. આ માટે જરૃરી નથી કે તે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં જઈને તેને વાંચવું જોઈએ.

આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા રવિવારે 'પાંચજન્ય' મેગેઝિનની ૭૫મી વર્ષગાંઠ નિમિતે ઓયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ હૈદરાબાદની મૌલાના આઝાદ યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલરના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. તે જ સમયે કાર્યક્રમ દરમિયાન હિમંતા બિસ્વા સરમાએ આસામ સરકારના તમામ મદરેસાઓને ભંગ કરીને તેમને સામાન્ય શાળાઓમાં ફેરવવાના નિર્ણયની પ્રશંસા કરી હતી. તેમણે એમ કહ્યું હતુ કે, આમારૃં લક્ષ્ય હંમેશા સામાન્ય શિક્ષણને પ્રોત્સાહન આપવાનું રહ્યું છે.  આસામના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, જ્યાં સુધી મદરેસા શબ્દ છે ત્યાં સુધી બાળકો ક્યારેય ડોક્ટર અને એન્જિનિયર બનવાનું વિચારી શકશે નહીં. જો તમે બાળકોને કહો કે મદરેસામાં ભણવાથી તેઓ ડોક્ટર કે એન્જિનિયર નહીં બને તો તેઓ જાતે જ જવાની ના પાડી દેશે. સીએમએ કહ્યું હતું કે, મારી આપીલ છે તમે તમારા બાળકોને ઘરે જ કુરાન શીખવો. આ માટે તેમને મદરેસામાં પ્રવેશ આપવાની જરૃર નથી. આ સાથે સીએમ કહ્યું હતુ કે, તમે નાની ઉંમરે બાળકોને મદરેસામાં પ્રવેશ અપાવીને તેમના માનવ અધિકારનું ઉલ્લંઘન કરી રહ્યા છો.

 

(8:31 pm IST)