Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

યુ.એસ.ના ન્યુયોર્કમાં યોજાનારી સીટી કાઉન્સિલની પ્રાઈમરી ચૂંટણીમાં શ્રી શેખર ક્રિષ્નન માટે જીતવાના ઉજ્જવળ સંજોગો


ન્યુયોર્ક : યુ.એસ.ના ન્યુયોર્કમાં ડેમોક્રેટિક પાર્ટીની યોજાનારી સીટી કાઉન્સિલની પ્રાઈમરી ચૂંટણીમાં 25 મા  ડીસ્ટ્રીકટ કવીન્સમાંથી ઉમેદવારી નોંધાવનાર સિવિલ રાઇટ્સ લોયર શ્રી શેખર ક્રિષ્નન માટે જીતવાના ઉજ્જવળ સંજોગો હોવાનું જણાય છે.આ ડિસ્ટ્રીક્ટમાંથી 9 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે.

કવીન્સમાં 2010 ની વસતિ ગણતરી મુજબ 162,560 લોકો વસે છે. જેમાં એશિયન નાગરિકોનું પ્રમાણ 34.5 ટકા છે.જેમાં ભારતીય ,બાંગ્લાદેશી ,નેપાળી સહિતના વતની લોકોનો  સમાવેશ થાય છે.

શ્રી શેખરને જુદા જુદા ઓર્ગેનાઇઝેશન તેમજ સેનેટર ,સહિતનાઓનું સમર્થન હોવાથી તેઓ માટે વિજયના ઉજ્જવળ સંજોગો હોવાનું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

 

(6:53 pm IST)