Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

યુ.એસ.માં કુશળ કામદારોની અછત છે : એચ.1બી વિઝા ક્વોટા ડબલ કરો : દેશ દીઠ ગ્રીન કાર્ડની મર્યાદા વધારો : અમેરિકાની તમામ ચેમ્બર ઓફ કોમર્સની પ્રાઈમ મિનિસ્ટર જો બિડન સમક્ષ રજુઆત

વોશિંગટન : યુ.એસ.માં કુશળ કામદારોની અછત વરતાઇ રહી હોવાથી અમેરિકાની તમામ ચેમ્બર ઓફ કોમર્સએ પ્રાઈમ મિનિસ્ટર જો બિડન સમક્ષ એચ.1બી વિઝા ક્વોટા ડબલ કરવા માંગણી કરી છે.સાથોસાથ દેશ દીઠ ગ્રીન કાર્ડની મર્યાદા પણ વધારવા રજુઆત કરાઈ છે.

રજુઆતમાં અમેરિકાની આઇટી  કંપનીઓને કુશળ ટેક્નિશિયન્સ કામદારોની તંગી વરતાઈ રહી હોવાનું જણાવાયું છે.જેના કારણમાં જણાવાયા મુજબ આ કંપનીઓ ભારત ,ચીન જેવા દેશોમાંથી આવતા હજારો કુશળ કામદારો ઉપર નિર્ભર છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં એચ 1બી વિઝાનો વર્ષ દીઠ ક્વોટા 85 હજારનો છે. જે પૈકી 65 હજાર વિદેશોમાંથી તથા 20 હજાર અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરનાર વિદેશીઓ માટે છે.તેવું ઈ.ટી.દ્વારા જાણવા મળે છે.

(9:35 am IST)