Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

જેટ એયરવેઝ બે વર્ષ બાદ ફરી ઉડાન ભરશે :NCLTએ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી

સફળ બોલીદાતાઓને 90 દિવસમાં સંબંધિત અધિકારીઓ પાસેથી આવશ્યક મંજૂરી લેવી પડશે

નવી દિલ્હી : નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચે જેટ એયરવેઝ માટે કાલરૉક કેપિટલ અને મુરારી લાલ જલાનના  રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે. સફળ બોલીદાતાઓને 90 દિવસની અંદર સંબંધિત અધિકારીઓ પાસેથી આવશ્યક મંજૂરી લેવાનું કહેવામાં આવ્યું છે.

ન્યાયિક સભ્ય જનાબ મોહમ્મદ અજમલ અને વી નલસેનપતિની અધ્યક્ષતાની પીઠે સફળ સમાધાન અરજીકર્તા, ઋણદાતાઓ, DCGA અને સહિત તમામ પક્ષોને સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
કલરૉક કેપિટલ અને મુરારી લાલ જલાનના કંસોર્ટિયમની બોલીને લેણદારોની સમિતિએ ગયા વર્ષે ઓક્ટોબરમાં મંજૂરી આપી હતી. આ બંનેને એરલાઈન ચલાવવાનો કોઈ જ અનુભવ નથી. કલરૉક યૂકે સ્થિત એસેટ મેનેજમેન્ટ કંપની છે, મુરારી લાલ જલાન એક ઉદ્યમી છે, જે યૂએઈથી બહાર છે. સમાધાન યોજના અનુસાર, સફળ બોલીદાતાઓ દ્વારા કંપનીના પુનરુદ્ધાર માટે કુલ રોકડ રૂ. 1,375 કરોડનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
પુનરુદ્ધાર યોજનામાં NCLT દ્વારા પ્લાનના અપ્રુવલના છ મહિનાની અંદર 30 વિમાનોની સાથે પરિચાલન શરૂ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

(12:49 am IST)