Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

યુપીઃ ભાજપનો ૩૦૦ બેઠકો જીતવાનો લક્ષ્યાંક

વિધાનસભાના આગામી ચૂંટણીના મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે યોગી જ રહેશે

લખનૌ, તા.૨૩: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે રોડમેપની તૈયારી માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કોર મિટિંગ મોડી રાત સુધી ચાલી હતી .આ મિટિંગમાં અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. અને વિધાન સભામા ૩૦૦ બેઠકોને જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ ઉતરશે.

મુખ્યમંત્રી અને કોર કમિટીની બેઠકમાં જિલ્લા પંચાયતના ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને ભાજપના નેતા અરૂણસિંહે સાફ કરી દીધું કે  વિધાનસભાના આગામી ચૂંટણીના મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે યોગી જ રહેશે. રાષ્ટ્રીય મહા સચિવ અરૂણસિંહે જણાવ્યું હતું કે ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રીએ યોગીનાથે સારૂ કામ કર્યું છે. વિધાનસભામાં ભાજપના ચહેરા તરીકે યોગી આદિત્યનાથ જ રહેશે.

ઉલ્લેખનીય છે કે ઉત્ત્।રપ્રદેશના લખનઉમાં રાજકીય હલચલ જોવા મળી હતી. બીએલ સંતોષ અને યુપીના પ્રભારી રાધા મોહન સિંહની હાજરીમાં કોર કમિટીની બેઠક મળી હતી, જયારે સીએમ યોગી આદિત્યનાથે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સાથે લંચ પણ કર્યું હતું. બીજેપીની કોર કમિટીની બેઠકમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટેની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં ૬૫ થી વધુ જીતવાનો લક્ષ્યાંક છે.

યુપી ભાજપના ઉપપ્રમુખ, વિધાન પરિષદના સભ્ય (એમએલસી) એકે શર્મા પાર્ટી કાર્યાલય પર પહોંચ્યા અને પહેલા મંદિરમાં પ્રાર્થના કરી અને પછી અંદર ગયા. એકે શર્માબાદમાં યોગી સરકારમાં કેબિનેટ પ્રધાનો નંદ ગોપાલ નંદી, રામપતિ શાસ્ત્રી, સ્વામી પ્રસાદ મૌર્ય, બ્રિજેશ પાઠક પણ યુપી ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા.

(10:23 am IST)