Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

માનહાનીનો છે કેસ

પૂર્વ વડાપ્રધાન દેવગૌડાને કોર્ટ તરફથી આંચકો : ૧૦ વર્ષ જૂના કેસમાં આપવું પડશે ૨ કરોડનું વળતર

કોર્ટે અપમાનજનક ટિપ્પણીઓના કારણે નંદી ઈન્ફ્રાસ્ટ્રકચર કોરિડોર એન્ટરપ્રાઈઝીસને થયેલા નુકસાન પેટે પૂર્વ વડાપ્રધાન દેવગૌડાને બે કરોડ રૂપિયાનો દંડ કર્યો છે

બેંગલુરૂ,તા. ૨૩:કર્ણાટકમાં બેંગલુરુની એક કોર્ટે પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાને ૧૦ વર્ષ પહેલા એક ટેલીવિઝન ઈન્ટરવ્યુમાં નંદી ઈન્ફ્રાસ્ટ્રકચર કોરિડોર એન્ટરપ્રાઈઝીસ સામે 'અપમાનજનક નિવેદન' માટે દંડ તરીકે કંપનીને બે કરોડ રૂપિયાની ચૂકવણી કરવાનો નિર્દેશ આપ્યો છે.

૮મી દિવાની તેમજ સેશન્સ કોર્ટના જજ ન્યાયાધીશ મલ્લનગૌડાએ એનઆઈસીઈ દ્વારા કરાયેલા કેસ પર આ નિર્દેશ આપ્યો છે. કંપનીના પ્રવર્તક અને મેનેજિંગ ડિરેકટર અશોક ખેની છે, જે બીદર દક્ષિણ પૂર્વના ધારાસભ્ય છે.

એક કન્નડ સમાચાર ચેનલ પર ૨૮ જૂન ૨૦૧૧એ પ્રસારત ઈન્ટર્વ્યુનો ઉલ્લેખ કરતા કોર્ટે અપમાનજનક ટિપ્પણીઓના કારણે કંપનીની પ્રતિષ્ઠાને થયેલા નુકસાન માટે દેવગૌડાએ કંપનીની પ્રતિષ્ઠાને થયેલા નુકસાન માટે દેવગૌડાને કંપનીને બે કરોડ રૂપિયા દંડ પેટે આપવાનો નિર્દેશ આપ્યો છે. જનતા દળ (સેકયુલર)ના પ્રમુખે એનઆઈસીઈ પરિયોજના પર નિશાન સાધ્યું હતું અને તેને 'લૂંટ' જણાવી હતી.

કોર્ટે કહ્યું કે, જે પરિયોજના પર સવાલ કરાયો, તેને કર્ણાટક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જાળવી રાખી છે. કોર્ટે ૧૭ જૂને પોતાના નિર્ણયમાં કહ્યું કે, કંપનીની પરિયોજના મોટી છે અને કર્ણાટકના હિતમાં છે.

કોર્ટે કહ્યું કે, 'જો ભવિષ્યમાં આ પ્રકારના અપમાનજનક નિવેદન આપવાની મંજૂરી અપાય છે, તો નિશ્ચિત રીતે, કર્ણાટક રાજયના વ્યાપક જનહિતવાળી આના જવી મોટી પરિયોજના શરૂ થવામાં વિલંબ થશે.' કોર્ટે કહ્યું કે, 'કોર્ટેને લાગે છે કે પ્રતિવાદી સામે સ્થાયી મનાઈ હુકમ જારી કરી આવા નિવેદનો પર અંકુશ લગાવવો જરૂરી છે.'

(10:26 am IST)