Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

સોનાના વધતા દર સામે નાનું રોકાણ કરવાની તકને લીધે 'પેપર ગોલ્ડ' આકર્ષક : ૧ વર્ષમાં ૨૧ ટકા રોકાણ વધ્યું

ફિઝીકલ ગોલ્ડની જગ્યાએ ETF પેપર ગોલ્ડમાં રોકાણ તરફ વધ્યા ઇન્વેસ્ટરો : બોન્ડ્સની સરખામણીએ ગોલ્ડ એકસચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં સારા પ્રમાણમાં રોકાણ

નવી દિલ્હી,તા. ૨૩: સોનાના દરમાં કોવિડની સ્થિતિ પછી ખૂબ મોટો વધારો થયો છે. દોઢ વર્ષમાં જ સોનાના ૧૦ ગ્રામના દર રૂ. ૫૦,૦૦૦ને પાર થઈ ચૂકયા છે. ત્યાં નાનામાં નાની રકમ સાથે પણ ગોલ્ડમાં રોકાણ થઈ શકે તેવો પેપર ગોલ્ડરૂપી વિકલ્પ મળતાં સારા પ્રમાણમાં ઈટીએફ ગોલ્ડ (એકસચેન્જ ટ્રેડેડ ફંડ)માં રોકાણ શરૂ થઈ ચૂકયું છે. જેમાં સરેરાશ ર૧ ટકાનો ગ્રોથ નોંધાયો જોવાનો સ્થાનિક ફંડ એડવાઈઝર્સનો મત છે.

ગોલ્ડના ૧૦ ગ્રામના દરમાં છેલ્લા દોઢ વર્ષની વાત કરીએ તો ૩૫,૦૦૦નો દર વધીને રૂ. ૫૦,૦૦૦ને પાર થયો છે. ગત મે થી જૂન દરમિયાન સોનાના દર ૫૫,૦૦૦ સુધી પહોંચી ગયા હતા. ત્યાં મધ્યમવર્ગીય પરિવારોએ એકસામટું ગોલ્ડમાં રોકાણ કરવું મુશ્કેલ થઈ ચૂકયું છે. બીજી તરફ વિવિધ જગ્યાએ કરેલા રોકાણ પર સારું વળતર મળે તેવી અપેક્ષાથી લોકોએ ઈકિવટી અને ટ્રેડ માર્કેટમાં રોકાણ વધાર્યું છે. ત્યાં ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ ઈટીએફ પેપર ગોલ્ડમાં રોકાશ કરવાનું પ્રમાણમાં એકંદરે વધ્યું છે. ફિઝિકલ ગોલ્ડની જેમ આ સોનું પણ સરળતાથી ખરીદી કે વેચી શકાતું હોવાની સાથે નાનામાં નાની રકમના માસિક દરે કે એકસામટા રોકાણથી ગોલ્ડની ખરીદી થઈ શકતી હોવાનું શકય બનતાં પેપર ગોલ્ડનું ચલણ ધીમી ગતિએ વધી રહ્યું છે. સામાન્ય રીતે ઈટીએફ ગોલ્ડ એક પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ છે, રોકાણકારો દ્વારા આ ફંડમાં રોકાણ થતાં રૂપિયાનું વિવિધ ફંડ મેનેજર ગોલ્ડ એકસચેન્જમાં રોકાણ કરે છે.

સ્થાનિક ફંડ એડવાઈઝર્સ પાસેથી મળતી માહિતી પ્રમાણે, દેશમાં ૧૬,૦૦૦ કરોડથી વધુનું રોકાણ ઈટીએફ ગોલ્ડમાં થયું છે. જે પૈકી ૨૯૮ કરોડની આસપાસ ગુજરાતમાં ઈટીએફ પેપર ગોલ્ડમાં રોકાણ થયું છે. તેની સામે સુરતમાં ૮૦ થી ૯૦ કરોડનું રોકાણ ઈટીએફ ગોલ્ડમાં થયું છે. જેમાં સરેરાશ ૨૧ ટકાનો વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, ઈટીએફ ગોલ્ડમાં રોકાણ કરનારા રાજયોમાં તામિલનાડુ અને કર્ણાટક પણ સૌથી આગળ છે. જોકે, ત્યાં વારે-તહેવારે ચલણમાં આવતી ટેમ્પલ જેવી હેવી જવેલરીઓનું નિર્માણ પણ સુરતમાં જ થઈ રહ્યુંછે.

ગુજરાત ઇટીએફમાં રોકાણમાં પમા ક્રમે

રાજય

રોકાણ

મહારાષ્ટ્ર

૧૩૧૩૯ કરોડ

તામિનલાડુ

૫૨૪ કરોડ

કર્ણાટક

૩૮૭ કરોડ

દિલ્હી

૩૪૩ કરોડ

ગુજરાત

૨૯૮ કરોડ

  • ૧૦૦૦ રૂ.ની SIPથી પણ ગોલ્ડમાં રોકાણ

સરેરાશ ૨૧ ટકાનો વધારો ઈટીએફ ગોલ્ડ ફડમાં જોવા મળ્યો છે. સામાન્ય રીતે ફિઝિકલ ગોલ્ડ્સની જેમ તેને સાચવવાની ઝંઝટ નહીં હોવાની સાથે સોનાની જેમ જ તેને ગમે ત્યારે ખરીદ વેચાણ કરી શકાય છે. વધુમાં, એસઆઈપીની જેમ રૂ. ૧૦૦૦ના માસિક રોકાણથી પણ પણ પેપર થકી ગોલ્કમાં રોકાણ કરી શકાય છે. સુરત સહિત ગુજરાતમાં હજુ પણ કુલ રોકાણ જોવામાં આવે તો તે નીચું છે પણ નવી જનરેશન માટે પેપર ગોલ્ડ આકર્ષણ બન્યું છે.

-જિગ્નેશ માધવાણી

(વેલ્થ એકસપર્ટ)

  • ગોલ્ડ રિસાઇકલિંગ રેટ વધ્યો

ગોલ્ડના દરમાં વધારો નોંધાયો છે, ત્યારે કોરોનાની બે વેવમાં લોકલ માર્કંટમાં સોનાની ખરીદી એક ચોક્કસ વર્ગ પુરતી જ સીમિત છે. જયારે એક મોટો વર્ગ એવો પણ છે કે ગોલ્ડ રિસાઈકલ કરી રહું છે. જૂના ગોલ્ડમાંથી જ પોતાના નવા દાગીના તૈયાર કરાવી દેતા હોય છે. આ રેશિયો ૬૫ ટકાની આસપાસ છે. અમારા ઘણા એવા રોકાણકારો છે કે જેઓ લગડી અને સિક્કાની સાથોસાથ ઈટીએફ પેપર ગોલ્ડમાં પણ રોકાણ કરતાં થયા છે. સુરતમાંથી પણ સારું રોકાણ થયાની વાત છે.

-નૈનેષ પચ્ચીગર

(સ્ટેટ ડિરેકટર, આઇબીજેએ)

  • ગોલ્ડ જવેલરીના રો-મટીરિયલ્સને અસર

ઘણાં લોકો રોકાણ કરવા માટે ગોલ્ડ કોઈન કે બિસ્કીટની ખરીદી કરતાં હોઈ છે. જેના કારણે ઘણી વખત ગોલ્ડના રો-મટીરિયલ્સની પણ અછત સર્જાતી હોઈ છે. સરકાર દ્વારા ગોલ્ડ બોન્ડ્સ અને ઈટીએફ કંડના રોકાણના વિકલ્પો થકી સારું વળતર મળતું હોઈ છે પણ લોકો માહિતગાર થાય તે આવશ્યક છે. જોકે, સુરતમાં ગુજરાત-મહારાષ્ટ્રની સાથો-સાથ દક્ષિણના બજારો માટે પણ ગોલ્ડ જવેલરી બને છે. તેના ઓર્ડરમાં હજુ સુધી કોઈ ફેરફાર દેખાયો નથી.

-જયંતિ સાવલિયા

(10:32 am IST)