Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

લગ્ન મંડપમાં અચાનક દુલ્હન - વરરાજાએ બધા મહેમાનો સામે પોતાનું મુંડન કરાવ્યું

સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ : કારણ જાણી સૌ ભાવુક

નવી દિલ્હી તા. ૨૩ : ઇન્ટરનેટની દુનિયામાં રોજ કોઇ ને કોઇ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો હોય છે. કેટલાક વીડિયો એવા હોય છે કે જેને જોઇને લોકો ચોકી ઉઠે છે તો કેટલાક વીડિયો લોકોને ખુશ કરી નાખે છે. વળી કેટલાક વીડિયો તો લોકોની આંખો પણ ભીની કરી નાખે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને લોકો ભાવુક થઇ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો એક લગ્ન પ્રસંગ દરમિયાનનો છે. અહી દુલ્હન અને વરરાજાએ બધા મહેમાનોની સામે અચાનક પોતાનું મુંડન કરાવી દીધુ છે. સોશિયલ મીડિયા પર હાલ આ વીડિયોની ખૂબ ચર્ચા થઇ રહી છે. તેમનું આ કરવા પાછળનું કારણ જાણીને સૌ કોઇની આંખો નમ થઇ રહી છે.

તમને જણાવી દઇએ કે, દુલ્હનની માતા કેન્સર સામે જજૂમી રહી છે અને તેને સપોર્ટ કરવા માટે બંનેએ મુંડન કરાવવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયામાં રહેનાર દુલ્હન જાની લી અને તેના પતિએ આ વીડિયોને ટિકટોક પર અપલોડ કર્યો છે જે હવે વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોની શરૂઆત દુલ્હનની સ્પીચથી શરૂ થાય છે. વીડિયોમાં વરરાજા એક ખુરશી પર બેઠેલો જોવા મળે છે. વીડિયોની શરૂઆતમાં લોકોને લાગ્યું કે આ કપલ ડાન્સ કરવાની તૈયારી કરે છે. પરંતુ એક વાળંદે આવીને અચાનક જ વરરાજાના વાળ કાપવાનું શરૂ કરી દીધુ. જયારે ઉપસ્થિત મહેમાન આ જોઇને ચોંકી ઉઠ્યા ત્યારે દુલ્હને ખુલાસો કર્યો કે તેની માતા કેન્સર સામે જંગ લડી રહી છે અને તેમને સપોર્ટ કરવા બંનેએ આ પગલું ભરવાનું નક્કી કર્યું.

(12:56 pm IST)