Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

જીવવું કેમ ? રાંધણ ગેસ, તેલ, પેટ્રોલ, ડીઝલ, શાકભાજી બધુ જ મોંઘુ : રાજકોટ મહિલા કોંગ્રેસનો જબ્બર વિરોધ

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા અને પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા તેમજ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળાની આગેવાનીમાં રાજકોટ ખાતે ડો. આંબેડકર ચોક, ફોર્ચ્યુન હોટલની બાજુમાં ગુજરાતમાં વધતી મોંઘવારી જેવી કે પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, શાકભાજી, દૂધ તેમજ જીવન જરૂરીયાતની ચીજવસ્તુ મોંઘી થતાં ગૃહિણીઓની વેદનાનો અવાજ ઉઠાવવા માટે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા મુંગીબેરી સરકારને ભાનમાં લાવવા તેલના ડબ્બા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું તે વખતની તસ્વીર. વિરોધ પ્રદર્શન રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા, સરોજબેન રાઠોડ, રિધ્ધીબેન ગોસ્વામી, પ્રફુલાબેન ચૌહાણ, હિરલબેન રાઠોડ, સોનલબેન ભાલોડિયા, ધરતીબા ઝાલા, ચંદ્રીકાબેન વરાણીયા, વાસવીબેન ભીલ તથા તમામ આગેવાનોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવેલ હતો. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:06 pm IST)