Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

અમરિંદર સિંહ ઉપર પ્રહારથી નવજોત સિંહ સિધ્ધુ હિટવિકેટ થયાઃ ડેપ્યુટી સીએમના બદલે મંત્રી પદ ઉપર જ સંતોષ માનવો પડશે

નવી દિલ્હી : તા. ર૩ પંજાબ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી ટકરાર મુખ્યમંત્રી અમરિંદર સિંહના પક્ષમાં જતી જોવા મળી રહી છે. નવજોત સિંહ સિદ્ધૂ તરફથી ખુલ્લી રીતે -હારના મુદ્દાને કેપ્ટન અમરિંદર સિંહે હાઇકમાન્ડ સામે ઉઠાવ્યો છે. સુત્રો અનુસાર હાઇકમાન્ડે પણ માન્યુ છે કે નવજોત સિંહ સિદ્ધૂએ કોઇ પણ રીતના મતભેદની વાત પાર્ટી ફોરમમાં જ રાખવી જોઇતી હતી.

આટલુ જ નહી સુત્રોનુ કહેવુ છે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પેનલે અમરિંદર સિંહને જ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી માટે કેપ્ટન બનાવી રાખવા પર સહમતિ વ્યકત કરી છે અને તેમણે ટીમ પસંદ કરવા માટે ફ્રી હેન્ડ આપ્યુ છે.

કોંગ્રેસ સુત્રોનું કહેવુ છે કે આ રીતે ખુલ્લી રીતે નિવેદન આપીને સિદ્ધૂએ હિટ વિકેટનું કામ કર્યુ છે અને હવે તેમણે ડેપ્યુટી સીએમ અથવા પછી -દેશ અધ્યક્ષની જવાબદારી મળવી મુશ્કેલ છે.

આ પહેલા હાઇકમાન્ડ તરફથી સિદ્ધૂએ ડેપ્યુટી સીએમ બનાવવાનો -સ્તાવ આપ્યો હતો. જેની પર કોંગ્રેસ સુત્રોનું કહેવુ હતું કે સિદ્ધૂએ ડેપ્યુટી સીએમ બનવાનો ઇનકાર કરી દીધો છે અને -દેશ અધ્યક્ષનું પદ ઇચ્છે છે. એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે હવે નવજોત સિંહ સિદ્ધૂ અમરિંદર કેબિનેટમાં મંત્રી પદ પર જ સંતોષ કરી શકે છે. આ સિવાય ચૂંટણી -ચારમાં તેમણે કોઇ જવાબદારી આપવામાં આવી શકે છે.

આ સિવાય મલ્લિકાર્જુન ખડગેની લીડરશિપ ધરાવતી પેનલે અમરિંદર સિંહને ચૂંટણીને ધ્યાનમાં રાખી જરૂરી બદલાવ કરવા અને જનહિતની યોજનાઓ પર આગળ વધવાની સલાહ આપી છે. એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ વાત કરી છે. નવજોત સિંહ સિદ્ધૂએ કેપ્ટન અમરિંદર સિંહ પર અંગત હુમલો કરતા કહ્યુ હતું કે તે બે પરિવારોની સિસ્ટમ વિરૂદ્ધ છે, તેમનો સીધો ઇશારો -કાશ સિંહ બાદલના પરિવાર અને કેપ્ટન અમરિંદર સિંહ તરફ હતો, તેમના આ નિવેદનને પાર્ટીએ યોગ્ય નથી માન્યુ.

પોતાના જ સીએમ વિરૂદ્ધ પબ્લિકમાં આ રીતના નિવેદનને નવજોત સિંહ સિદ્ધૂની હિટ વિકેટ માનવામાં આવી રહી છે.

(4:26 pm IST)