Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

અમેરિકાના ફલોરીડામાં વૃદ્ધ મહિલા સાથે ગજબ થયુઃ ઍટીઍમમાંથી ૧૪૦૦ રૂપિયા કાઢવા ગયા પછી અને ખાતામાં મળ્યા ૭૦૦૦ કરોડ

ન્યૂયોર્ક: અમેરિકાના ફ્લોરિડામાં એક વૃદ્ધ મહિલાએ જ્યારે પોતાનું બેન્ક બેલેન્સ જોયુ તો તે ચોકી ગઇ હતી. તેને ક્યારેય વિચાર્યુ નહતું કે તેના ખાતામાં આટલી મોટી રકમ હશે. આ રકમ આશરે 1 બિલિયન ડૉલર એટલે ભારતીય કરન્સીના હિસાબથી અબજો રૂપિયામાં હતી. બેન્ક અધિકારીઓને જ્યારે વૃદ્ધ મહિલાએ તેની જાણકારી આપી તો આખી ઘટના સામે આવી હતી.

ફ્લોરિડાની વૃદ્ધ મહિલા જૂલિયા યોંકોવ્સ્કી એટીએમમાંથી 20 ડૉલર કાઢવા ગઇ હતી પરંતુ આ દરમિયાન એટીએમ મશીને તેને એલર્ટ કરી કે આ રકમ કાઢવા પર તેને ચાર્જ આપવો પડશે. મશીન દ્વારા આપવામાં આવેલી વોર્નિંગને નજરઅંદાજ કરતા તેને આ ટ્રાન્જેક્શન ચાલુ રાખ્યુ હતું.

તે બાદ જ્યારે જૂલિયાએ પોતાનું બેન્ક બેલેન્સ ચેક કર્યુ તો તે ચોકી ગઇ હતી. બેન્ક સ્લીપમાં તેના એકાઉન્ટમાં 999,855.94 ડૉલર એટલે કે ભારતીય કરન્સીના હિસાબે 7417 કરોડ રૂપિયા હતા.

જૂલિયાએ જણાવ્યુ કે આ જોઇને તે ડરી ગઇ હતી, તેણે કહ્યુ કે હું આ જોઇને ડરી ગઇ હતી. મને લાગ્યુ કે ઘણા લોકો એમ વિચારી રહ્યા હશે કે મે લોટરી જીતી છે પરંતુ આ ઘણુ ડરાવનું હતું.

જૂલિયાએ આગળ જણાવ્યુ જ્યારે મે મશીનમાં 20 ડૉલર કાઢવા માટે નાખ્યા તો મેસેજ આવ્યો કે અમે તમને 20 ડોલર તો આપીશુ પરંતુ તેનો તમારે ચાર્જ લાગશે.

બેન્ક પ્રતિનિધિ અનુસાર, જૂલિયાના બેન્કમાં તેમના સ્વર્ગીય પતિ સાથે જોઇન્ટ ખાતુ હતું. જ્યારે જૂલિયાએ તેને કાઢવાનો પ્રયાસ કર્યો તો બેન્ક દ્વારા ગ્રીન એલર્ટ આપવામાં આવ્યુ હતુ જેનાથી બેન્ક એકાઉન્ટમાં નંબરોની હેરાફેરી થઇ હતી.

(5:19 pm IST)