Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

CBSEએ ધો. ૧રના રીઝલ્‍ટ માટે અલગ ડેસ્‍ક બનાવ્‍યું : ઇ-મેઇલ આઇડી ફોન નંબર અપાયો

 

CBSE ધો. ૧રના રીઝલ્ માટે અલગ ડેસ્ બનાવ્યું છે. જેમાં  -મેઇલ આઇડી ફોન નંબર અપાયો છે.

વિગતે જોઇએ તો  CBSE Board 12th Result 2021: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને (CBSE) ધોરણ 12 રિઝલ્ટ ટેબ્યુલેશન પોલિસી (CBSE 12th Result Tabulation Policy) માટે એક અલગ ડેસ્ક (Special Help Desk) બનાવ્યું છે. આ ડેસ્ક ખાસ સ્કૂલ માટે બનાવવામાં આવ્યું છે, જેથી ફેરફાર અને ગણતરીઓમાં કોઈ સમસ્યા હોય તો શાળા CBSEનો સંપર્ક કરી શકે અને જલ્દીથી સમસ્યા હલ કરી શકે. આ માટે સીબીએસઈએ ઈમેઈલ આઈડી અને ફોન નંબર પણ આપ્યો છે.

સીબીએસઈએ ધોરણ 12ના પરિણામ તૈયાર કરવા માટે ઈવેલ્યુએશન ક્રાઈટેરિયા જાહેર કર્યા છે. પરિણામ જાહેર કરવા માટેની સંભવિત તારીખ પણ જાહેર કરવામાં આવી છે. સીબીએસઈનું ધોરણ 12નું પરિણામ 31 જુલાઈ 2021 સુધીમાં જાહેર કરવામાં આવશે. તે જ સમયે સીબીએસઈ દ્વારા 28 જૂન, 2021 સુધીમાં પ્રેક્ટિકલ પરીક્ષા અને ઈન્ટરનલ એસેસમેન્ટ (Internal Assessment)નું આયોજન કરીને બોર્ડની વેબસાઈટ પર નંબર અપલોડ કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે.

આ પોર્ટલ (Special Help Desk) શાળાઓને 12માં ધોરણનું પરિણામ તૈયાર કરવામાં મદદ કરશે. સીબીએસઈના ડાયરેક્ટર (આઈટી) ડો. એન્ટ્રીકશ જૌહરીના જણાવ્યા અનુસાર તમામ માર્કસ એકત્રિત કર્યા પછી આ પોર્ટલ શાળા માટે સંપૂર્ણ માર્કશીટ પ્રદર્શિત કરશે. વિષયો મુજબના ગુણ શાળાઓ દ્વારા મધ્યસ્થતા માટે ઉપલબ્ધ રહેશે. શાળાઓ માટેના ગુણની આ ગણતરી તદ્દન બોજારૂપ હોઈ શકે. આ પોર્ટલ અને બેકએન્ડ સિસ્ટમથી શાળાઓનો મોટો ભાર ઓછો થયો છે.

સીબીએસઈ દ્વારા જાહેર કરાયેલા આ પોર્ટલમાં શાળાઓ વિદ્યાર્થીઓના આંતરિક ગ્રેડ અપલોડ કરી શકશે. પ્રેક્ટિકલ, પ્રોજેક્ટ્સ, આંતરિક મૂલ્યાંકનના ગુણ અપલોડ કરવાની સુવિધા હશે. આ સાથે શાળાઓએ પણ 12માં ધોરણના પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓના ધોરણ 10ના રોલ નંબર, બોર્ડ અને વર્ષની માહિતી દાખલ કરવાની રહેશે.

આ પોર્ટલમાં શાળાઓના અગાઉના વર્ષોનું પ્રદર્શન, ધોરણ 11ના ગુણની ડેટા એન્ટ્રી, ધોરણ 12ના ગુણની ડેટા એન્ટ્રી અપલોડ કરવી પડશે. આ સાથે 12મા વર્ગના સંપૂર્ણ કોષ્ટક, થિયરી ગુણ વગેરે તપાસવા માટે ઉપરની પ્રવૃત્તિઓનો ક્રમ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

(11:54 pm IST)