Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

નેધરલેન્ડ સામે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરીને ઇંગ્લેન્ડે ટોચનું સ્થાન મેળવ્યું

ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ સુપર લીગ પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે : ઈંગ્લેન્ડે 18માંથી 12 મેચ જીતી

નેધરલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરીને ઈંગ્લેન્ડે વર્લ્ડ કપ સુપર લીગ પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. નેધરલેન્ડ સામેની ત્રીજી વનડે જીત્યા બાદ ઈંગ્લેન્ડને 10 પોઈન્ટ મળ્યા છે અને હવે 18 મેચમાં તેના 125 પોઈન્ટ છે.

ઈંગ્લેન્ડે હવે 18માંથી 12 મેચ જીતી છે, પાંચમાં હાર અને એક મેચનું પરિણામ આવ્યું નથી. ઈંગ્લેન્ડના નેટ રન રેટમાં પણ ઘણો સુધારો થયો છે. ઇંગ્લેન્ડ પછી બાંગ્લાદેશ છે, જે 18 મેચમાં 12 જીત સાથે 120 પોઈન્ટ સાથે બીજા આ સાથે જ અફઘાનિસ્તાન 12 મેચમાં 10 જીત સાથે 100 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. પાકિસ્તાન 15 મેચમાં 9 જીત અને 6 હાર સાથે 90 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. તેમના સિવાય વેસ્ટ ઈન્ડિઝ 8 જીત અને 13 હાર બાદ 21 મેચમાં 80 પોઈન્ટ સાથે પાંચમા નંબર પર છે. નંબર પર છે.

  ટીમ ઈન્ડિયા પહેલા પાંચમા નંબર પર હતી, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ પર પાકિસ્તાનની આ જીતને કારણે ભારતને ઘણું નુકસાન થયું હતું. ટીમ ઈન્ડિયા ટોપ 5માંથી છઠ્ઠા સ્થાને સરકી ગઈ છે. જો કે, આની ટીમ ઈન્ડિયા પર કોઈ અસર નહીં થાય કારણ કે ભારત વર્લ્ડ કપ 2023ની યજમાની કરી રહ્યું છે, જેના કારણે ટીમ સીધી ક્વોલિફાય થશે

 

(11:39 pm IST)