Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ઉદ્ધવ ઠાકરેની સરકાર જ નહીં શિવસેના પર સંકટ ! : શિંદેએ સરકાર જ નહીં શિવસેનાની આખી પાર્ટી પર કર્યો દાવો :નવા ચીફ વ્હિપની વરણી

બળવાખોર નેતા એકનાથ શિંદેએ શિવસેનાના સુનીલ પ્રભુને ચીફ વ્હિપને ગેરકાયદે ગણાવીને ભરત ગોગાવલેને ચીફ વ્હિપ તરીકે નિયુક્ત કર્યા

મુંબઈ :મહારાષ્ટ્રમાં રાજકીય હાઈવોલ્ટેજ ડ્રામા જારી છે જેના પગલે ઉદ્ધવ ઠાકરેની સરકાર હાલકડોલક થઈ રહી છે આ સ્થિતિ વચ્ચે બળવાખોર નેતા શિવસેના નેતા અને મંત્રી એકનાથ શિંદેએ સરકાર જ નહીં પાર્ટી પર જ દાવો કર્યો છે, 

બળવાખોર નેતા એકનાથ શિંદેએ શિવસેનાના સુનીલ પ્રભુને ચીફ વ્હિપને ગેરકાયદે ગણાવીને ભરત ગોગાવલેને ચીફ વ્હિપ તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલા શિવસેનાએ પોતાના ધારાસભ્યોને વ્હિપ જારી કરીને સાંજે પાંચ વાગ્યે મુંબઈમાં બેઠક બોલાવી હતી. જો કે, હવે આ બેઠક રદ કરવામાં આવી હતી.

આ પરથી સ્પષ્ટ થાય છે કે, એકનાથ શિંદે સરકારની સાથે પાર્ટી પર કબજો કરવાનો પ્રયાસ છે. શિંદે દાવો કરી રહ્યાં છે કે તેમની પાસે 46 ધારાસભ્યો છે. જો કે ગુવાહાટીમાં હાલ શિવસેનાના 35 અને 2 અપક્ષ ધારાસભ્યો છે. વધુ ધારાસભ્ય મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલની સાથે ગુવાહાટી માટે નીકળ્યા છે એટલે કુલ 40 ધારાસભ્યો છે.

(12:04 am IST)