Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ભારતીય ડિજિટલ અર્થતંત્રનું મૂલ્ય 2025 સુધીમાં 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચશે: બ્રિક્સ બિઝનેસ ફોરમમાં પીએમ મોદીનું સંબોધન

મહામારી દરમિયાન ભારતે ઈઝ ઓફ ડૂઈંગના બિઝનેસ સુધારવા અનેક પ્રયાસો યથાવત રાખ્યા

નવી દિલ્હી :  ભારતમાં અત્યારે જે પ્રકારનું ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે એવું વિશ્વમાં અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. ભારતીય ડિજિટલ અર્થતંત્રનું મૂલ્ય 2025 સુધીમાં એક ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી જશે. ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરી રહ્યું છે એટલું જ નહીં, તેમાં મોટા પાયે સુધારો પણ કરવામાં આવી રહ્યો છે તેમ વડાપ્રધાન મોદીએ બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધિત કરતા જણાવ્યું હતું

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે નેશનલ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. હાલમાં અમારી રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન હેઠળ $1.5 ટ્રિલિયનના રોકાણની તકો છે. મહામારી દરમિયાન ભારતે ઈઝ ઓફ ડૂઈંગના બિઝનેસ સુધારવા અનેક પ્રયાસો યથાવત રાખ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતમાં ઈનોવેશન માટે વિશ્વની શ્રેષ્ઠ ઈકોસિસ્ટમ છે! ભારતીય સ્ટાર્ટઅપ્સની વધતી સંખ્યામાં આ સ્પષ્ટપણે દેખાય છે. હાલમાં દેશના 70 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સમાં 100થી વધુ યુનિકોર્ન છે. એટલું જ નહીં, તેમની સંખ્યા સતત વધી રહી છે. સરકારી નીતિઓ અને પ્રક્રિયાઓમાં વધુ પારદર્શિતા અને સુસંગતતા લાવવા માટે વ્યાપકપણે કામ કરવામાં આવી રહ્યું છે.

 

(12:50 am IST)