Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

દેશના કેટલાક રાજયોમાં ૪ દિ' ભારે વરસાદની સંભાવના

પં.બંગાળ, બિહાર, ઝારખંડ, છતિસગઢમાં મેઘરાજા વરસશેઃ જમ્‍મુ- કાશ્‍મીરમાં પૂર, ભૂસ્‍ખલનના લીધે શાળાઓ બંધ

નવી દિલ્‍હીઃ ભારતીય હવામાન વિભાગે પヘમિ બંગાળમાં સંભવતઃ આજે પણ અને વિદર્ભમાં ૨૩ અને ૨૪ જૂને, બિહારમાં ૨૩-૨૬ જૂન દરમિયાન, ઝારખંડમાં ૨૪ અને ૨૫ જૂને ભારે વરસાદ થવાની અને ૨૩ થી ૨૬ જૂન સુધી ઓડિશા, છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી કરી છે. નૈઋત્‍યના ચોમાસાએ ભારતના મોટાભાગના ભાગોને આવરી લીધેલ હોવાથી, કેટલાક રાજયોમાં  આગામી ૪ દિવસ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. જમ્‍મુ અને કાશ્‍મીરમાં ચિનાબ અને  તાવી નદીમાં અચાનક પૂર અને ભૂસ્‍ખલન કારણે ઘણી શાળાઓ બંધ કરવામાં આવી છે. ભારતના પૂર્વોત્તર ભાગમાં, સિલચર શહેરમાં પૂરના પાણી ફરી વળ્‍યા છે.

 

(11:17 am IST)