Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

બોમ્બે હાઈકોર્ટમાં કેસની દલીલ કરતી વખતે સિનિયર એડવોકેટ ડૉ.બિરેન્દ્ર સરાફ બેહોશ : તાત્કાલિક બોમ્બે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા : તબિયત સ્થિર

મુંબઈ : વરિષ્ઠ વકીલ ડૉ. બિરેન્દ્ર સરાફ આજ ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાં કેસની દલીલ કરતી વખતે બેહોશ થઈ ગયા હતા . તેમને તાત્કાલિક બોમ્બે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તેમની તબિયત સ્થિર હોવાના અહેવાલ છે.

ડૉ. સરાફ જસ્ટિસ જી.એસ. પટેલની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ રજૂઆત કરી રહ્યા હતા ત્યારે તેઓ પડી ગયા હતા.

તેમને બોમ્બે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની સ્થિતિ હવે સ્થિર છે, સૂત્રોએ પુષ્ટિ આપી હતી કે ડીહાઈડ્રેશનના કારણે આ ઘટના બની હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:12 pm IST)