Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ઉઇગર મુસ્લિમોને કેદ કરવા માટે ચીને બનાવ્યું દુનિયાનું સૌથી મોટું ગણાતું ડિટેનશન સેન્ટર : 220 એકરમાં ફેલાયેલા આ સેન્ટરમાં 10 હજાર ઉઇગર મુસ્લિમો : ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસ્વીરોનો ઘટસ્ફોટ

શિનજિયાંગ : ચીનના શિનજિયાંગમાં ઉઇગર મુસ્લિમોને કેદ કરવા માટે દુનિયાનું સૌથી મોટું ગણાતું ડિટેનશન સેન્ટર બનાવવામાં આવ્યું છે.

જોકે ચીની અધિકારીઓએ આ બાબતનો ઇન્કાર કર્યો હતો. પરંતુ ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસ્વીરો દ્વારા ઉપરોક્ત બાબતનો ઘટસ્ફોટ થયો છે.

 શિનજિયાંગના મૂળ રહેવાસી ચરમપંથી ઉઇગર મુસ્લિમો દ્વારા ચાકુ અને ભાલા તેમજ બોમ્બમારાના બનાવોને આતંકવાદ ગણાવી ચીન સરકારે આ નિરોધ કેન્દ્ર બનાવ્યું છે. જેમાં 1 લાખ જેટલા લઘુમતી કોમના ઉઇગર મુસ્લિમોને કેદ કરવાનું આયોજન છે.

આ નિરોધ સેન્ટરને ચીન વ્યવસાયિક ટ્રેનિંગ સેન્ટર ગણાવે છે.પરંતુ વિશ્વ કક્ષાએ ભારે ઉહાપોહ થતા ચીન સરકારે જણાવ્યું હતું કે આ પ્રશિક્ષણ સેન્ટરમાં રહેલા ઉઇગર મુસ્લિમો સ્નાતક થઇ ગયા છે.પરંતુ ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરો દર્શાવે છે કે આ પ્રશિક્ષણ કેન્દ્ર ડિટેનશન સેન્ટરમાં ફેરવાઈ ગયા છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:26 pm IST)