Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

અફઘાનિસ્તાનમાં સ્પિન બોલ્ડક વિસ્તારના ઘરો પર તાલિબાનીઓએ કર્યો હુમલો : 100 નાગરિકોની હત્યા

સ્પિન બોલ્ડક એક સરહદ પર આવેલું શહેર જેની સરહદ પાકિસ્તાનની નજીક કંધારનું એક મુખ્ય વ્યૂહાત્મક સ્થાન પૈકી એક છે.

તાલિબાને અફઘાનિસ્તાનના 100 અફઘાન નાગરિકોની હત્યા કરી છે. દેશના ગૃહમંત્રાલયે માહિતી આપી છે કે સ્પિન બોલ્ડક વિસ્તારના ઘરો પર તાલિબાનીઓએ હુમલો કર્યો છે. 100 નાગરિકોની હત્યા કરવામાં આવી છે. સ્પિન બોલ્ડક એક સરહદ પર આવેલું શહેર છે, જેની સરહદ પાકિસ્તાનની નજીક છે. તે કંધારનું એક મુખ્ય વ્યૂહાત્મક સ્થાન પૈકી એક છે. હાલમાં જ આ સ્થાન પર તાલિબાનનો કબજો હતો. બોર્ડર ક્રોસિંગ પર તાલિબાનના કબજા પછી અફઘાન સુરક્ષા દળો દ્વારા આ જગ્યા પાછી લેવા માટે લડાઈ ચાલી રહી છે.

આ એજ વિસ્તાર છે, જેના વિશે અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે તાજેતરમાં જ ટ્વીટ કરીને પાકિસ્તાન પર તાલિબાનની મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે પાકિસ્તાનની વાયુસેનાએ અફઘાન સુરક્ષા દળોને ધમકી આપી છે કે જો તેઓ સ્પિન બોલ્દક વિસ્તારમાંથી તાલિબાનને હટાવવાનો પ્રયાસ કરશે તો પાકિસ્તાન તેમની સામે બદલો લેશે. સાલેહે એમ પણ કહ્યું કે, પાકિસ્તાનની એરફોર્સ આ વિસ્તારમાં તાલિબાનને હવાઈ સપોર્ટ પૂરા પાડે છે.

(12:01 am IST)