Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ઝોમેટો આઇ.પી.ઓના રસ્તે જનારી પ્રથમ સ્ટાર્ટઅપ કંપની બની : શેરબજારમાં જોરદાર એન્ટ્રી

લિસ્ટીંગ સાથે જ કંપીનું માર્કેટ કેપિટલ ૧ લાખ કરોડ થયું

મુંબઇ, તા. ર૩ :  Zomato ના શેરની આજે શેર બજારમાં જોરદાર એન્ટ્રી થઇ છે. આ રીતે કંપની આઇપીઓના રસ્તે જનારી પ્રથમ સ્ટાર્ટઅપ કંપની બની ગઇ છે. આ લિસ્ટિંગ સાથે જ કંપનીનું માર્કેટ કેપિટલ ૧ લાખ કરોડ થઇ ગયુ છે. આજે કંપનીના શેર પોતાના ઇશૂ પ્રાઇસથી ૫૩ ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયા છે. કંપનીના શેરનો આઇપીઓ ૭૬ રૂપિયાના ઇશૂ પ્રાઇસ પર જાહેર થયો હતો પરંતુ તેની લિસ્ટિંગ ૧૧૬ રૂપિયા પ્રતિ શેર પર થઇ છે. પ્રથમ કલાકમાં જ કંપનીના શેરની પ્રાઇસ લિસ્ટિંગના ૫૩ ટકાથી ૮૧ ટકા એટલે કે ૧૩૮ રૂપિયા પ્રતિ શેર થઇ ચુક્યુ હતુ. જો ટ્રેડિંગ પર નજર નાખીએ તો સવારે ૧૦.૩૮ પર કંપનીના શેર ૦.૯૫ અંક એટલે કે ૦.૦૧૮ તેજી સાથે ૫,૨૨૬.૩૦ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા.

ઝોમેટો ૯,૩૭૫ કરોડનો આઇપીઓ લઇને આવ્યો હતો, કોલ ઇન્ડિયાના ૧૫,૧૯૯.૪૪ કરોડના આઇપીઓ બાદ દેશનો બીજો સૌથી મોટો આઇપીઓ હતો. ઝોમેટોએ આ હિસાબથી ઇતિહાસ બનાવ્યો છે કે પબ્લિક થનારો તે દેશનો પ્રથમ મેગા સ્ટાર્ટઅપ છે.
ઝોમેટોના આઇપીઓના ૩૮.૨૫ ઘણી વખત સબ્સક્રાઇબ કરવામાં આવ્યો છે. કવોલિફાઇડ ઇંસ્ટીટ્યૂશન બાયર્સ માટે રિઝર્વ ભાગને ૫૧.૭૯ ઘણી વખત સબ્સક્રાઇબ કરવામાં આવ્યુ. નોન-ઇંસ્ટીટ્યૂશનલ રોકાણકારોનો ભાગ ૩૨.૯૬ ઘણી વખત સબ્સક્રાઇબ થયુ, બીજી તરફ રિટેલ પોર્શનને ૭.૪૫ ઘણી વખત સબ્સક્રાઇબ કરવામાં આવ્યુ.
કંપનીના ફાઉન્ડર દીપેંદર ગોયલે લિસ્ટિંગ પહેલા ટ્વીટ કરી ખુશી વ્યકત કરી અને કહ્યુ કે તેમણે સફળતા અને નિષ્ફળતાને લઇને નિશ્ચિતતા નથી પરંતુ તે એટલુ જાણે છે કે કંપની પોતાનું બેસ્ટ આપશે.

(2:07 pm IST)