Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સંપત્તિ વિવાદ વધુ ઘેરો બન્યો

મધ્યપ્રદેશમાં પન્ના રાજવી પરિવારની મહારાણીની ધરપકડ : રાજમાતાને મારી નાખવાનો આરોપ

જીતેશ્વરી કુમારી અને તેના પતિ રાઘવેન્દ્રસિંહ સહિત છ લોકો રાજમાતા દિલહર કુમારીના મહેલમાં આવ્યા હતા અને તેમના પર અભદ્ર વર્તન કર્યુ હતું અને મારી નાંખવાની ધમકી આપી હતી

ભોપાલ,તા. ૨૩: મધ્યપ્રદેશના પન્ના રાજવી પરિવારની મહારાણી જીતેશ્વરી કુમારીને પોલીસે રાજમાતા દિલહર કુમારી અને અન્ય લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ધરપકડ કરી છે. ગુરૂવારે સેશન્સ કોર્ટે તેને જેલમાં મોકલી આપ્યા હતા. રાજમાતાએ રાણી સામે ફરિયાદ નોંધાવી હતી. રાજવી પરિવારમાં મિલકતને લઈને દ્યણા સમયથી વિવાદો ચાલે છે.

મળતી માહિતી મુજબ ૧૯ જૂનના રોજ રાજ પરિવારના નિવાસસ્થાન રાજ મંદિર પેલેસમાં વિવાદ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જીતેશ્વરી કુમારી અને તેના પતિ રાઘવેન્દ્રસિંહ સહિત છ લોકો રાજમાતા દિલહર કુમારીના ક્ષેત્રના મહેલમાં આવ્યા હતા અને તેમના પર અભદ્ર વર્તન કર્યુ હતું. આ દરમિયાન તેમણે અપશબ્દો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પન્ના પોલીસ ઇન્સ્પેકટર અરૂણ સોનીએ જણાવ્યું કે દિલ્હર કુમારીએ પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે છ લોકો સામે આર્મ્સ એકટ અને ધાકધમકી હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. બુધવારે મોડી રાત્રે મુખ્ય આરોપી જીતેશ્વરી કુમારીની ધરપકડ કરવામાં આવી હતી. તેના પતિની હાલ દિલ્હીમાં સારવાર ચાલી રહી છે.સોનીએ કહ્યું કે રાજમાતાએ ૧૯ જૂને ફરિયાદ પત્ર આપ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ૧૯ મી જૂનની રાત્રે મહારાણી જીતેશ્વરીએ તેના માણસો સાથે મહેલમાં મારા  કેટલાક લોકો પર હુમલો કર્યો હતો અને તેમની સાથે મારપીટ કરી હતી. તેના લોકોની સાથે રાણીએ પણ મારી બાજુના લોકોને છરી બતાવીને ધમકી આપી હતી.

જીતેશ્વરી કુમારીએ કહ્યું કે  અમારા વિરુદ્વ કાવતરૂ રચવામાં આવ્યું છે એવો  આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે આ ખોટો કેસ છે અને મહારાજની બીમારીનો લાભ લઈ અમને ફસાવવા માટે આ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે , પન્ના રાજવી પરિવારની રાણી અને રાજમાતા વચ્ચે પુષ્કળ સંપત્ત્િ। અને કિંમતી હીરાને લઈને લગભગ ૨૦ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે.

(11:32 am IST)