Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ભારતના મોટાગજાના અખબારી સમૂહ ઉપર ઇન્કમટેક્સ રેડના પડઘા અમેરિકામાં પડ્યા

વોશિંગટન :  ભારતના મોટાગજાના અખબારી સમૂહ ઉપર તથા ભારત સમાચાર ટીવી ચેનલ ઉપર ગઈકાલે ઈન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટે પાડેલા દરોડાના પડઘા અમેરિકામાં પણ પડ્યા છે.

જે મુજબ અમેરિકાની  ' કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સ ' એ આ ઘટનાને સરકારની ટીકા કરનાર મીડિયાને ડરાવવાની કોશિશ સમાન તથા પ્રેસની સ્વતંત્રતા ઉપર તરાપ સમાન ગણાવી છે.

કમિટીએ વિશેષમાં જણાવ્યા મુજબ ભારત સરકારે મીડિયાની સ્વતંત્રતા જાળવી રાખવી જોઈએ. ભારતના મોટાગજાના અખબારી સમૂહ તથા ભારત સમાચારના કર્મચારીઓને હેરાન કરવાનું બંધ કરી દેવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે ભારતના મોટાગજાના અખબારી સમૂહ તથા ભારત સમાચાર ચેનલ કેન્દ્ર સરકારના કોવિદ -19 મામલે ગેર વહીવટની ટીકા કરી રહ્યા હતા . તેમજ પ્રજાને પડતી મુશ્કેલીઓ અંગે સરકારની નિંદા કરતા સમાચારો પ્રસિદ્ધ કરતા હતા. આ પછી તેમના ઉપર સરકારે ઇન્કમટેક્સના દરોડા પડાવ્યા હોવાનો ભારતના કોંગ્રેસ સહીત વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો છે. જે અનુસંધાને રાજ્યસભામાં પણ હંગામો કરાતા સંસદની કાર્યવાહી થોડા સમય સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી.

જોકે કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે દરેક ડિપાર્ટમેન્ટ પોતપોતાનું કામ કરી રહ્યા છે. સરકારનો તેમાં ક્યાંય કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ નથી. તેવું પી.કે. દ્વારા જાણવા મળે છે.

(12:28 pm IST)