Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ઓગષ્ટમાં પણ રસીકરણ સ્પીડ નહિ પકડેઃ બે વેકસીનની સપ્લાય મોડી થતાં ઝુંબેશને ધક્કો

ઓગષ્ટમાં ૧૮ કરોડ રસીના ડોઝ મળઓગષ્ટમાં ૧૮ કરોડ રસીના ડોઝ મળશેઃ રોજ ૬૦ લાખને રસી આપી શકાશે

નવી દિલ્હી, તા.૨૩: દેશમાં બની રહેલ બે કોરોના રસીને બજારમાં આવવામાં અપેક્ષિત સમય કરતા થોડું મોડું થઇ રહયું છે. આવી જ રીતે ફાઇઝર તરફથી પણ હજુ ભારતને વેચાણની મંજૂરી નથી આપવામાં આવી. આના લીધે ઓગષ્ટ - સપ્ટેમ્બરમાં પણ રસીકરણ કાર્યક્રમ ગતિ પકડે તેવું દેખાતું નથી.જો કે સરકારના પ્રયત્નો છે કે ઓગષ્ટ મહિનામાં ઓછામાં ઓછા ૧૮ કરોડ ડોઝ ઉપલબ્ધ થઇ શકે. જુલાઇ મહિનામાં રસીની ઉપલબ્ધતા લગભગ ૧૩.૫૦ કરોડ આસપાસ છે. તેમાં કોવિશીલ્ડ, કોવેકસીન અને સ્પૂતનિક વી પણ સામેલ છે. પહેલા સરકારની યોજના હેઠળ જુલાઇમાં ઝાયડસ કેડીલા અને ઓગષ્ટમાં બાયોલોજીકલ ઇ ની રસીની ઉપલબ્ધતા શરૂ થવાની આશા વ્યકત કરાઇ હતી. પણ આ બંને રસી આવવામાં મોડું થઇ રહયું છે.ગયા મહિને નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલે પ્રેસ કોન્ફરન્સમાં કહયું હતું કે ઝાયડસ કેડીલાના ત્રીજા તબક્કાના પરિક્ષણો પુરા થઇ ચૂકયા છે અને કંપની બે અઠવાડીયામાં મંજૂરી માટે અરજી કરશે. તેના આધારે અનુમાન કરાયુ હતું કે જુલાઇ મધ્યથી રસી ઉપયોગ માટે મળવાનું શરૂ થઇ જશે. કંપનીએ જુલાઇની શરૂઆતમાં ઇમરજન્સી ઉપયોગ માટેની મંજુરી મેળવવા અરજી કરી દીધી છે પણ સમાચાર એવા છે કે નિયામક તેના આંકડાઓથી સંતુષ્ટ નથી અને વધુ આંકડા માંગવામાં આવ્યા છે. જે કંપનીએ હવે આપવાના છે. એટલે આ મહિને આ રસી મળવાની આશા ખતમ થઇ ગઇ છે. જો બધું સમુસૂતરૂ પાર ઉતરે તો ઓગષ્ટ મધ્ય અથવા સપ્ટેમ્બરથી જ તે મળી શકશે. ઝાડયસ પાસેથી દર મહિને ૨-૩ કરોડ ડોઝ મળવાની આશા છે.

સરકારે જાહેરાત કરી હતી કે ઓગષ્ટથી બાયોલોજીકલ ઇ ની રસી મળતી થઇ જશે. ઓગષ્ટ અને ડીસેમ્બર વચ્ચે ૩૦ કરોડ ડોઝની ખરીદીનો ઓર્ડર અને ૧૫૦૦ કરોડ રૂપિયા એડવાન્સ પણ કંપનીને અપાઇ ચૂકયો છે. પણ હજુ અંતિમ તબક્કાના આંકડાઓ એકત્ર કરાઇ રહયા છે. ત્યારપછી કંપની મંજૂરી માટે અરજી કરશે. આ પ્રક્રિયા હજુ શરૂ જ નથી થઇ એટલે બહુ ઝડપ કરે તો પણ સપ્ટેમ્બર પહેલા આ રસી ઉપલબ્ધ નહીં થઇ શકે. હાલમાં જ આરોગ્યપ્રધાન મનસુખભાઇ માંડવીયાએ કહયું કે સપ્ટેમ્બર અંત અથવા ઓકટોબરથી બાયોલોજીકલ ઇની રસી ઉપલબ્ધ થઇ શકશે. આ કંપની પાસેથી દર મહિને ૫-૭ કરોડ ડોઝ મળવાની આશા છે.

(12:51 pm IST)