Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

૨૦૩૦ સુધીમાં એક હજાર અરબ ડોલરે પહોંચશે રિયલ એસ્ટેટ માર્કેટ

રિયલ એસ્ટેટ સેકટરમાં પણ જલ્દી આવશે તેજી

નવી દિલ્હી તા ૨૩: ભારતીય અચલ સંપત્તિ બજાર વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧,૦૦૦ આરબ ડોલર સુધી પહોંચી જાય તેવી આશા છે. ત્યાં આ ક્ષેત્રમાં કાર્યરત લોકોની સંખ્યા પણ આવનારા વર્ષમાં વધીને ૭ કરોડ સુધી પહોંચી જાય તેવી સંભાવના છે. વર્ષ ૨૦૧૯માં આ સંખ્યા ૫.૫ કરોડની હતી.

આવાસ અને શહેરી વિષયના સચિવ દુર્ગાશંકર મિશ્રાના જણાવ્યા અનુસાર છેલ્લા ૭ વર્ષમાં વધતી જતી માંગ અને રેરા જેવા વિભિન્ન સુધારાઓના કારણે આ ક્ષેત્ર અહીં સુધી પહોંચી શક્યું છે. વધુમાં કહ્યું કે આ વર્ષમાં  જૂન માસમાં કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા પારીત મોડેલ કાયદાને રહ્યંસરકારને જલ્દી લાગુ કરવાનું કહેવામાં આવ્યું છે.

કોરોના મહામારીમાં  લહેરની વચ્ચે દિલ્હી એનસીઆરમાં માંગમાં વધારો થવાથી વર્ષ ૨૦૨૧ની બીજી એટલે કે એપ્રિલ - મેં ત્રિમાસિકમાં મકાનના વેંચાણમાં ૫૦ ટકા વધારાની સાથે ૨,૮૩૦ સુધી પહોંચી ગયો છે. પ્રથમ ત્રણ મહિનામાં દિલ્હી એનસીઆરમાં કુલ ૬,૧૯૦ મકાનો વેંચાણા હતા. બીજા ત્રણ મહિના દરમિયાન  દિલ્હી એનસીઆરમાં મકાનોના વેંચાણમાં ૩૬ ટકાની ભાગીદારી સાથે ગુરુગ્રામ સૌથી આગળ હતું. નોએડા - ગ્રેટર નોઈડાની ભાગીદારી ૩૪ ટકા હતી. ફરિદાબાદની ભાગીદારી ૧૮ ટકા અને ગાજિયાબાદની ભાગીદારી ૧૨ ટકા રહી.

પહેલા ૨૦૦ અરબ ડોલરનું હતું બજાર

બે થી ત્રણ વર્ષ પહેલા રિયલ એસ્ટેટ ક્ષેત્ર ૨૦૦ અરબ ડોલરનું હતું. વર્ષ ૨૦૩૦ સુધીમાં આ ક્ષેત્ર ૧,૦૦૦ અરબ ડોલરના કારોબારે પહોંચી જશે. તેઓએ કહ્યું કે, આ માત્ર અનુમાન જ નથી. આ દર્શાવે છે કે રિયલ એસ્ટેટ સંપત્તિનું ક્ષેત્ર  આગળના ૭ થી ૮ વર્ષમાં સમયગાળામાં ૧,૦૦૦ અરબ ડોલર સુધી  પહોંચી જશે.

(2:51 pm IST)