Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

યુપીના નાયબ મુખ્યમંત્રી મૌર્ય વિરૂધ્ધ ખોટી ડિગ્રી દ્વારા પેટ્રોલ પંપ લેવાનો આરોપ

લખનૌ તા. ર૩: યુપીના નાયબ મુખ્યમંત્રી મૌર્ય ઉપર ખોટી ડીગ્રીના આધારે ચૂંટણી લડવા અને પેટ્રોલ પંપ મેળવવાનો આરોપ લાગ્યો છે. કોર્ટમાં અરજી દ્વારા મૌર્ય ઉપર ફરિયાદ નોંધવાની માંગ કરાઇ છે. એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ નમ્રતાસિંહે કૈટ સ્ટેશના પ્રભારીને તપાસ કરી રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. વધુ સુનાવણી ર૭મીએ થશે.

કોર્ટમાં મૌર્ય વિરૂધ્ધ આરટીઆઇ કાર્યકર્તા દિવાકર ત્રિપાઠીએ અરજી દાખલ કરેલ. ર૦૦૭માં મૌર્યએ વિધાનસભા ચૂંટણીમાં પોતાના એજયુકેશનલ સર્ટીફીકેટમાં હિન્દી સાહિત્ય સંમેલન દ્વારા જાહેર પહેલા અને બીજા વર્ષની ડીગ્રી લગાડેલ, જો કે તે કોઇ બોર્ડ સાથે માન્યતા પ્રાપ્ત નથી. આ ડિગ્રીઓના આધારે તેમણે આઇઓસી પાસેથી પેટ્રોલ પંપ પણ મેળવેલ.

(2:52 pm IST)