Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ટવીટર કરી રહ્યુ છે પોતાના ફીચર્સમાં સુધારા

હવે ડીસલાઇફ પણ કરી શકશે, વોઇસ ટ્રાન્સફોર્મર પણણ ઉમેરાશે

ટવીટર્સ પોતાના યુઝર્સને નવી ભેટ આપવા જઇ રહ્યુ છે, જે યુઝર્સ માટે સારો અનુભવ પ્રદાન કરશે. ટવીટરે પુષ્ટિ કરે છે કે તે ટવીટ માટે નવા અપલોટ (લાઇક) અને ડાઉન વોટ (ડીસલાઇક) પ્રતિક્રિયાઓનું પરિક્ષણ કરી રહ્યુ છે. સાથે જ નવું ફીચર વોઇસ ટ્રાન્સફોર્મર પણ ઉમેરાઇ રહ્યું છે, જેનાથી યુઝર્સ કોઇ આયોજનની મેજબાની કરતી વખતે પોતાનો અવાજ બદલવા માટે કેટલા અવાજોની અસરનો ઉપયોગ કરી શકશે.

ટવીટર સપોર્ટ દ્વારા પોસ્ટ કરાયેલ એક ટવીટમાં કંપનીએ પુષ્ટિ કરી છે કે અત્યારે આ ફીચર ફકત આઇઓએસ યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. એટલે એન્ડ્રોઇડ યુઝર્સે તેના માટે થોડો સમય રાહ જોવી પડશે. એપ રિસર્ચર જેન માનચુન વોંગનું માનવુ છે કે આ ફીચર તમને પોતાની વોઇસ પીચ બદલવા અથવા પોતાના ઓડીયોમાં આને જોડવાની છૂટ આપશે. લાઇવ થતા પહેલા, તમે અલગ અલગ અવાજોનું પરિક્ષણ કરી શકશો અને સાંભળી શકશો કે તમારો અવાજ કેવો લાગી શકે છે. કંપનીએ પણ ખુલાસો કર્યો છે કે ડાઉન વોટ એટલે કે ડીસલાઇફ જાહેર નહીં થાય.

(2:53 pm IST)