Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રાજ કુંદ્રા ૧૨૧ જેટલા પોર્ન વીડિયો ૧૨ લાખ અમેરિકન ડૉલરમાં વેચવાની પેરવી કરી રહ્યો હતો : રોજ નવા ધડાકા : આંતરરાષ્ટ્રીય કનેક્શન ખુલ્યું ?

પોર્નોગ્રાફી કેસમાં બોલિવૂડ અભિનેત્રી શીલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલી સતત વધી રહી છે. બીજી તરફ આ કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે.

રાજ કુંદ્રાને લઇને મુંબઇ ક્રાઇમ બ્રાંચની ટીમ તેના જુહૂ સ્થિત બંગલા પર પહોચી છે. આ ઘરમાં શિલ્પા શેટ્ટી પણ રહે છે. પોલીસે ન્યુફ્લિક્સ  નામની રાજ કુંદ્રાની, નવી એપ (પ્લાન બી) માટે, બનાવવામાં આવનાર ૧૯ એડલ્ટ વીડિયો સબંધિત એગ્રીમેન્ટ પેપર્સ, કેટલીક મિસિંગ સીડી અને એક મિસિગ સર્વરની પણ તપાસ કરી રહી છે.

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને લઇને હવે આંતરરાષ્ટ્રીય કનેક્શન સામે આવી રહ્યુ છે. મુંબઇ પોલીસનો દાવો છે કે એક વોટ્સએપ ચેટમાં આ ખબર પડી છે કે રાજ કુંદ્રા ૧૨૧ જેટલા  વીડિયો ૧૨ લાખ અમેરિકન ડૉલરમાં વેચવાની વાત કરી રહ્યો હતો. મુંબઇ પોલીસે કહ્યુ કે એવુ લાગે છે કે આ આંતરરાષ્ટ્રીય સ્તરનો કેસ છે.

મુંબઇની કોર્ટે અશ્લીલ ફિલ્મોના કથિત નિર્માણ અને તેની કેટલીક એપ દ્વારા પ્રસારિત કરવા સાથે જોડાયેલા કેસમાં બિઝનેસમેન રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડી શુક્રવારે ૪ દિવસ વધારીને  ૨૭ જુલાઇ સુધી કરી આપી છે.

પોલીસે દાવો કર્યો કે તેને રાજ કુંદ્રાનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે અને તેમાં રહેલી સામગ્રીની તપાસ જરૂરી છે અને સાથે જ તેના વેપારના સોદા અને લેવડ દેવડને પણ જોવી પડશે. રાજ કુંદ્રા સિવાય પોલીસે બીજા આરોપી રયાન થોરપેને પણ કોર્ટમાં રજૂ કર્યો હતો.

(5:52 pm IST)