Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મારી ચામડી ઘણી જાડી છે, મારૂ મન ઍવુ છે કે જે પણ લોકો મારો વિરોધ કરશે, તે વાત મને વધુ મજબુત બનાવશેઃ પંજાબમાં કેપ્ટનની હાજરીમાં નવજાતસિંહ સિદ્ધુની ફટકાબાજી

પંજાબ મોડેલને આગળ લઇ જઇને દિલ્હી મોડેલને ફેઇલ કરવા અપીલ

નવી દિલ્હીઃ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ નવજાતસિંહ સિદ્ધુઍ કેપ્ટનની હાજરીમાં પ્રહારો કરતા ખળભળાટ મચી ગયો છે.

પંજાબ કોંગ્રેસ ભવનના ફરી એકવાર સિદ્ધુએ પોતાનો પરચો બતાવ્યો. તે જ્યારે ભાષણ આપવા ઊભા થયા ત્યારે ભગવાનને યાદ કર્યા, ક્રિકેટમાં શૉટ મારતા હોય તે રીતે એક્શન કરી. પોતાની બાજુમાં બેઠેલા કેપ્ટન અને હરીશ રાવતને ગાંઠયા પણ નહીં અને આગળ જઈ પૂર્વ મુખ્યમંત્રી રજિન્દર કૌર અને તેમની બાજુમાં બેઠેલ લાલ સિંહના આશીર્વાદ લીધા. આ કર્યા બાદ સિદ્ધુએ ભાષણ શરૂ કર્યું. સિદ્ધુએ શરૂઆત કરતાં જ કહ્યું કે મારુ મન એવું છે કે જે પણ લોકો મારો વિરોધ કરશે, તે વાત મને વધુ મજબૂત બનાવશે. મારી ચામડી ઘણી જાડી છે, એટલે મને કોઈના કહેવાથી કોઈ ફરક નથી પડતો. 

સિદ્ધુએ કહ્યું કે પારખવાથી કોઈ પોતાનું નથી થઈ જતું, કોઈ પણ અરીસામાં વધારે સમય સુધી ચહેરો નથી રહેતો. આજે આખા પંજાબના કોંગ્રેસ કાર્યકર્તાઓ પ્રધાન બની ગયા છે. કારણકે કાર્યકર્તાઓ વિના કોઈ પણ રાજનૈતિક પાર્ટી વધુ સમય ટકી શકતી નથી. 15 ઓગસ્ટથી સિદ્ધુ કોંગ્રેસ ભવનમાં રહેશે. મંત્રીઓને અપીલ છે કે તે લોકો મને મળવા આવે, પંજાબ મોડેલને આગળ લઈ જઈ દિલ્હી મોડેલને ફેઇલ કરવાનો છે.

બીજી બાજુ કેપ્ટન અમરિન્દરસિંહે સ્ટેજ પર સિદ્ધુના પંજાબ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બનવાના સમારોહમાં સુનિલ જાખડના વખાણ કર્યા. કેપ્ટને કહ્યું કે સુનિલે પંજાબ કોંગ્રેસ માટે ઘણું બધુ કર્યું છે. તેમના યોગદાનને ભુલાવી ન શકાય. સિદ્ધુના જન્મ વખતે હું સેનામાં હતો. સિદ્ધુના પિતા કોંગ્રેસના પ્રધાન રહ્યા અને તે જ મને રાજનીતિમાં લઈ આવ્યા. સોનિયા ગાંધીએ મને કહ્યું કે હવે સિદ્ધુ પંજાબના નવા અધ્યક્ષ હશે અને આપ બંનેએ સાથે મળીને કામ કરવું પડશે, મે કહ્યું હતું કે તમારો જે કઈ પણ નિર્ણય હશે તે અમને મંજૂર હશે.

(6:54 pm IST)