Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રાજની વિરૃધ્ધમાં બોલવા બદલ ધમકી મળે છે સાગરિકા

રાજની ધરપકડ બાદ રોજ નવા ખુલાસા : એક વેબ સિરિઝ માટે રાજે ન્યૂડ ઓડિશન આપવા કહ્યું હોવાનો અભિનેત્રી સાગરિકા શોના સુમનનો આરોપ

મુંબઈ,તા.૨૩ : પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ થયા પછી દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે મૉડલ સાગરિકા શોના સુમને દાવો કર્યો છે કે રાજ કુન્દ્રા વિરુદ્ધ બોલવાને કારણે તેને ધમકીભર્યા ફોન અને મેસેજ આવી રહ્યા છે. શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની અશ્લીલ વીડિયોના કેસમાં ધરપકડ થયા પછી અનેક મૉડલ અને એક્ટર કુન્દ્રાના પોર્નોગ્રાફી વેબ બિઝનેસને લગતા પોતાના અનુભવ શેર કર્યા છે. સાગરિકા આ પહેલા પણ રાજ કુન્દ્રા પર ગંભીર આરોપ લગાવી ચુકી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં તેણે રાજ કુન્દ્રા પર આરોપ મુકતા કહ્યુ હતું કે, એક વેબ સીરિઝ માટે તેને ન્યુડ ઓડિશન આપવાનું કહેવામાં આવ્યુ હતું. સાગરિકા જણાવે છે કે, હું ઘણી પરેશાન છું કારણકે જ્યારથી મેં રાજ કુન્દ્રા વિરુદ્ધ ફરિયાદ કરી છે, મને અનેક ઓનલાઈન પ્લેટફોર્મ પરથી કોલ આવી રહ્યા છે.

    તે મને ધમકી આપી રહ્યા છે. મને સતત હત્યા અને બળાત્કારની ધમકી મળી રહી છે. લોકો મને અલગ અલગ નંબરો પરથી ફોન કરીને પૂછે છે કે રાજ કુન્દ્રાએ આખરે ખોટુ શું કર્યું છે? સાગરિકા આગળ જણાવે છે કે, મને સતત ધમકીઓ મળી રહી છે અને મારા પર બિઝનેસ બંધ કરવાનો આરોપ પણ મુકવામાં આવી રહ્યો છે. લોકો ફોન પર કહી રહ્યા છે કે તમે લોકો પોર્ન ફિલ્મો જુઓ છો માટે અમે બનાવી રહ્યા છીએ. ઓગષ્ટ ૨૦૨૦માં મને ઉમેશ કામતનો ફોન આવ્યો હતો. ઉમેશે મને એક વેબ શૉ ઓફર કર્યો હતો, જેને રાજ કુન્દ્રા પ્રોડ્યુસ કરી રહ્યો હતો. જ્યારે આ બાબતે ચર્ચા કરવા માટે હું વીડિયો કોલમાં જોડાઈ તો મારી સમક્ષ ન્યૂડ ઓડિશનની ડિમાન્ડ મુકવામાં આવી. મેં તાત્કાલિક ના પાડી દીધી.

(7:56 pm IST)