Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

એડિટર્સ ગિલ્‍ડ ઓફ ઇન્‍ડિયા દૈનિક ભાસ્‍કર ગૃપ- લખનઉની સમાચાર ચેનલ ભારત સમાચારની કાર્યાલય ઉપર ઇન્‍કમટેક્ષના દરોડાને લઇને ચિંતિત

નવી દિલ્‍હી :  એડિટર્સ ગિલ્‍ડે પોતાના નિવેદનમાં જણાવ્‍યું હતું કે દેશનો પ્રમુખ સમાચાર પત્ર દિવ્‍ય ભાસ્‍કર ગૃપ અને લખનઉની સમાચાર ચેનલ ભારત સમાચારના કાર્યાલય ઉપર ઇન્‍કમટેક્ષના દરોડાને ચિંતત છે વધુ વિગત જોઇએ તો એડિઇટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા એ 23 જુલાઈએ કહ્યું કે, સરકારી એજન્સીઓનો ઉપયોગ સ્વતંત્ર પત્રકારિતાને દબાવવા માટે ” દબાણ બનાવવાના હાથકંડા”ના રૂપમાં કરવામાં આવી રહ્યો છે અને તેઓ આ વાતથી ચિંતિત છે.

સંપાદકોની મીડિયા બોડીની આ ટિપ્પણી 22 જૂલાઈએ દૈનિક ભાસ્કર ગ્રુપના અનેક રાજ્યોની ઓફિસો અને લખનઉમાં ભારત સમાચારના ઓફિસ પર કથિત કર ચોરીના આરોપમાં ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા પછી આવી છે.

એડિટર્સ ગિલ્ડે પોતાના નિવેદનમાં કહ્યું, “એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા 22 જૂલાઈએ દેશના પ્રમુખ સમાચાર પત્ર દૈનિક ભાસ્કર ગ્રુપની સાથે-સાથે લખનઉના સમાચાર ચેનલ ભારત સમાચારના કાર્યાલય ઉપર પણ ઇન્કમ ટેક્સ વિભાગના દરોડાને લઈને ચિંતિત છે.”

એડિટર્સ ગિલ્ડે કહ્યું- “દૈનિક ભાસ્કર દ્વારા કોવિડ-19 મહામારી પર કરવામાં આવેલી વિસ્તૃત રિપોર્ટિગ પછી આ દરોડા પાડવામાં આવ્યા છે, રિપોર્ટમાં ભાસ્કર દ્વારા સરકારી અધિકારીઓનું ખરાબ મેનેજમેન્ટ અને લોકોના જીવનમાં ભારે નુકશના સમાચારો દર્શાવવમાં આવ્યા હતા. “

એડિટર્સ ગિલ્ડે દાવો કર્યો છે કે, તેમના દ્વારા હાલમાં જ આયોજિત એક વેબિનારમાં દૈનિક ભાસ્કર ગ્રુપના રાષ્ટ્રીય સંપાદક ઓમ ગૌરે ટિપ્પણી કરી હતી કે હાલમાં રાજ્ય અધિકારીઓની ટીકાત્મક કવરેજ પછી સરકારી વિભાગે તેમને આપવામાં આવતી જાહેરાતોને ઓછી કરી દેવામાં આવી છે.

એડિટર્સ ગિલ્ડ અનુસાર”એડિટર્સ ગિલ્ડી તે વાતને લઈને ચિંતિત છે કે સરકારી એજન્સીઓનો ઉપયોગ સ્વતંત્ર પત્રકારિતાને દબાવવા માટે હાથકંડાના રૂપમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પેગાસસ સ્પાઈવેરની મદદથી પત્રકારો અને સિવિલ સોસાયટી એક્ટવિસ્ટોની વ્યાપક મોનિટરિંગ અંગે મીડિયા રિપોર્ટ પછી વધારે હેરાન કરનાર છે.”

ઉલ્લેખનિય છે કે, દૈનિક ભાસ્કર ગ્રુપે 22 જૂલાઈએ ઓફિસો અને પ્રમોટરોના ઘર પર ઈન્કમ ટેક્સ વિભાગની રેડ પછી કહ્યું કે, ભાસ્કર સ્વતંત્ર છે અને અહીં વાચકોની મરજી ચાલશે.

સમાચાર છાપ્યા પછી લખ્યું હતુ, “કોરોનાની બીજી લહેર દરમિયાન દેશ સામે સરકારી ખામીઓની અસલ તસ્વીર રાખનાર દૈનિક ભાસ્કર ગ્રુપ પર સરકારે દબાણ નાંખ્યો છે. ભાસ્કર સમૂહના અનેક ઓફિસો પર ગુરૂવારે ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. વિભાગની ટીમ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સ્થિત ઓફિસો પર પહોંચી છે અને કાર્યવાહી ચાલી રહી છે.”

(9:54 pm IST)