Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મહારાષ્ટ્ર રાજયના મહાડ બાદ પોલાદપુરમાં ભૂસ્ખલનની ઘટનાએ ૧૧ લોકોએ જાન ગુમવ્યા

મહારાષ્ટ્ર રાજયમાં બે જ દિવસમાં ભૂસ્ખલનને લઇને કુલ ૧ર૯ લોકોના મોત નિપજયા જયારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે : રાયગઢમાં હજુ ૩પ ઘરો કાટમાળ હેઠળ દટાયેલા છે : બચાવ કામગીરી માટે હેલી-કોપ્ટરની મદદ મંગાઇ

નવી દિલ્‍હી : આ વચ્ચે રાયગઢમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર છે. પોલાદપુર તાલુકાના કેવનાલે, ગોવેલ સુતારવાડીમાં ભૂસ્ખલન થયું છે. ત્યા 11 લોકોના મોત થયા છે. સાથે જ 13 લોકોની સારવાર ચાલુ છે. અગાઉ રાયગઢ જિલ્લાના જ મહાડ તાલુકામાં એક મોટી દુર્ઘટના બની. કાલે સાંજે 4 કલાકે આ દુર્ઘટનામાં અત્યાર સુધી 38 લોકોના મોત નિપજ્યા છે. બીજી એક દુર્ઘટના ખેડ તાલુકાના બિરમઈમાંથી સામે આવી છે. ત્યા 2 લોકોના મોત થયા છે.
           જિલ્લા અધિકારી ડો. બીએન પાટિલે આ જાણકારી આપી છે. સિંધુદુર્ગ જિલ્લાના કણકવલીમાં પણ રોક સ્લાઇડના કારણે 1 મહિનાનું મોત અને તેના પતિ ઇજાગ્રસ્ત થયો છે. ઉપરાંત સતારાના આંબેઘરમાં પણ રોક સ્લાઇડના કારણે 12 લોકોના મોકની આશંકા છે. કેબિનેટ મંત્રી બાલાસાહેબ થેરાત મુજબ શુક્રવારે રાજ્યમાં જુદા જુદા અકસ્માતમાં કુલ 56 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમના કહેવા પ્રમાણે રાજ્યમાં બે દિવસમાં આ દુર્ઘટનામાં કુલ 129 મોત થયા છે.
           આમ મહારાષ્ટ્રમાં એક પછી એક પથ્થર ખસકવાની ઘટનાઓને કારણે ભયનો માહોલ છે. રાયગઢ જિલ્લાના મહાડ અને પોલાદપુર તાલુકો (પ્રખંડ), રત્નાગિરીના ચિપલૂન અને ખેડ તાલુકા અને સતારાના આંબેઘરમાં પથ્થર લપસવાના કારણે મોટી દુર્ઘટના સામે આવી છે. સાથે જ સાતારામાં જ એક અન્ય ઘટનામાં બે મહિલાઓ પણ તણાઇ જવાના સમાચાર છે. આ ઉપરાંત ચિપલૂનની અપરાન્ટ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં અતિશય વરસાદને કારણે વીજળી જતી રહી છે. તેના કારણે ઓક્સિજન સપોર્ટ પર વેન્ટિલેટર પરના 8 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. સતારાનાં અંબેઘરનાં અકસ્માતમાં ગઈકાલે રાત્રે થયેલા અકસ્માતથી 12 લોકો ગુમ થયા છે, તેમના મોતની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
            વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનના કારણે લોકોના મૃત્યુ પર દુખ વ્યક્ત કર્યું અને ઇજાગ્રસ્તોને જલદી સાજા થવાની કામના કરી. રાજ્યના કાંઠા વિસ્તારના રાયગઢ જિલ્લામાં એક ગામ નજીક રોક સ્લાઇડના કારણે 38 લોકોના મોત નિપજ્યા છે. પોલીસ મુજબ મહાડ તાલુકાના તલાઈ ગામમાં બનેલી આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધી શકે છે.
             પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું હારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનને કારણે લોકોના મોત પર દુખી છું. મૃતક લોકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના. હું ઈજાગ્રસ્તોને ઝડપથી સાજા થવાની કામના કરું છું. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત લોકોને સહાય આપવામાં આવી રહી છે.
             બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી અને જણાવ્યું કે કેન્દ્ર સરકાર લોકોના જીવ બચાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહી છે. તેમણે ટ્વીટર પર શોક વ્યક્ત કરતા લખ્યું કે મહારાષ્ટ્રના રાયગઢમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે બનેલી દુર્ઘટનાના કારણે દુખી છું. આ સંબંધમાં મેં મુખ્યમંત્રી ઉદ્ધવ અને NDRFના ડાયરેક્ટર જનરલ સાથે વાત કરી છે. NDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. કેન્દ્ર સરકાર લોકોના જીવ બચાવવા માટે દરેક સંભવ મદદ પહોંચાડી રહી છે.
              મહારાષ્ટ્રના રાયગઢ પાસે એક મોટી દુર્ઘટના ઘટી છે જેમાં મહદ સ્થિત તળેટીના ગામમાં ભૂસ્ખલનને કારણે 38 લોકોના મોત થયા છે. જિલ્લા અધિકારી નિધિ ચૌધરીએ 32 લોકોના મોતની પુષ્ટિ કરી છે. 32 મકાનો પર પહાડ તૂટી પડ્યો હતો. એટલે એક રીતે એક આખું ગામ તબાહ થઇ ગયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ 32 ઘરોમાં 3 થી 4 સભ્યો હોય તેમ માણીયે તો લગભગ 80 થી 90 લોકો હજુપણ કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. અતિભારે વરસાદને કારણે મોટાભાગના લોકો પોતાના ઘરોમાં જ હતા. તો બીજી તરફ, આવી જ એક ઘટના સતારાના આંબેઘર પાસે બની છે. અહીં પણ ભૂસ્ખલનને કારણે 12 લોકોના મોટ થયાની આશંકા છે. મુશળધાર વરસાદને કારણે પાટન પાસે સ્થિત આંબેઘર ગામમાં આ ભયાનક દુર્ઘટના બની છે. શંભુરાજ દેસાઈના જણાવ્યું મુજબ ગત 40 વર્ષોમાં આટલો વરસાદ ક્યારેય નથી થયો.
               રાયગઢમાં ઘટના સ્થળે પહોંચેલ વિધાનપરિષદમાં નેતા પરીપક્ષ પ્રવીણ દરેકર અને ગિરીશ મહાજનના જણાવ્યા મુજબ કાટમાળમાં 4થી 45 વધુ મૃતદેહો હોવાની આશંકા છે. આ ઘટનાને 2005માં થયેલ માલીન દુર્ઘટના કરતા પણ વધુ ભયાનક હોવાનું કહેવામાં આવી રહયું છે.
મહારાષ્ટ્રમાં વરસાદ-ભૂસ્ખલનને કારણે ૪૯ લોકોના મોત
રાયગઢ-સતારામાં ભૂસ્ખલમાં ૪૪ લોકોના મોત, ૯૦ ગુમ
રાયગઢમાં ૩૫ ઘરો કાટમાળ હેઠળ દબાયા
લોકોને બચાવવા હેલિકોપ્ટરની મદદ માંગવામા આવી
             મહારાષ્ટ્રમાં મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. પૂર અને વરસાદને કારણે થયેલી દુર્ઘટનાઓમાં 49 જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. રાયગઢના તલઈ ગામમાં ભૂસ્ખલનને કારણે કાટમાળ હેઠળ 35 ઘરો દબાયા હતા. આ દુર્ઘટનામાં 36 લોકોના મોત થયા હતા અને 70 લોકો હજુ ગુમ હોવાનું સામે આવી રહ્યું છે. રેસ્ક્યૂ ટીમે કાટમાળમાંથી 32થી વધુ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે.
           સતારાના અંબેઘર ગામમાં પણ ભૂસ્ખલનની ઘટનાને કારણે 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. કાટમાળ હેઠળ 20થી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. રાયગઢની ડીએમ નિધિ ચૌધરીએ તલાઈમાં 32 અને સાખર સુતર વાડીમાં 4 લોકોના મોત ભૂસ્ખલનથી થયા હોવાની પૃષ્ટિ કરી હતી. ડીએમ દ્વારા તંત્ર પાસે 3-4 હેલિકૉપ્ટરની માંગ કરવામા આવી હતી. જેથી ઘણા કલાકોથી ઘરની છતો પર ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય.
             તો આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને સાથે જ મૃતકોના પરિવારો માટે 2-2 લાખ રૂપિયાની રાહત અને ઘાયલો માટે 50-50 હજાર રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી છે. પીએમઓ દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી. જેમાં જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદને કારણે ઉભી થયેલી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને શક્ય તમામ મદદ પહોંચાડવામાં આવી રહી છે.

(10:57 pm IST)