Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

નવવિવાહિત દુલ્હન બંદૂક સાથે સેલ્ફી લઈ રહી હતી ત્યારે અચાનક ગોળી છૂટતા દુલ્હનનું મોત કે સાસરિયાઓએ દહેજ માટે બનાવટી વાત ઘડી કાઢી હત્યા કરી ? ભારે ચકચાર

લખનૌ: યુપીના હરદોહીમાં ખતાજમાલા વિસ્તારમાં નવ વિવાહિત દુલ્હન બંદૂક સાથે સેલ્ફી લઈ રહી હતી ત્યારે અચાનક ગોળી છૂટી હતી. જેનાથી દુલ્હનનું મોત થયું હતું. પોલીસે લાશનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. જોકે મૃતક યુવતીના પિતાએ યુવતીના પતિ આકાશ તેના સસરા રાજેશ અને સાસુ પૂનમ અને જેઠ ઉમંગ વિરુદ્ધ દહેજમાં ૨ લાખ રૂપિયાની માંગની સાથે ત્રાસ આપતા હોવાની અને તેની ગોળી મારીને હત્યા કરવાની ફરિયાદ નોંધાવી છે.

ઉત્તર પ્રદેશના ખત્તાજમાલખા નિવાસી આકાશ ગુપ્તાના લગ્ન બે મહિના પહેલા માઘૌગંજ કશબાના અન્નપુર્ણા નગર નિવાસી રાકેશ ગુપ્તાની પુત્રી રાધિકાની સાથે થયેલ. આ પછી સાસરીમાં બંદૂક સાથે સેલ્ફી લેતા સમયે ગળામાં ગોળી વાગતા રાધિકા ગંભીર રૂપથી ઘાયલ થઈ હતી. પરિજનોએ તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાહાબાદ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે બંદૂક અને રાધિકાના મોબાઈલને કબ્જે લીધો હતો. રાધિકાના પિયરના લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

એએસપીએ કહ્યું કે પતિ પત્ની દ્વારા બંદૂકથી સેલ્ફી લેતા સમય આ ઘટના ઘટી હતી. જે વાત પણ વાયરલ થઈ રહી હતી. પરંતુ મામલે એફઆઈઆર નોંધાવી છે તથ્યોની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે.

(11:08 pm IST)