Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

જમ્મુ કાશ્મીરના શોપીયામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મૂઠભેડમાં એક આતંકી ઠાર

શ્રીનગર, તા.૨૩: જમ્મુ -કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયાના સમાચાર આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી બાદ કેશવા ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. જમ્મુ -કાશ્મીર પોલીસે જણાવ્યું કે, બુધવારે એક સક્રિય આતંકવાદી અનાયત અશરફ ડાર, જે OGW હતો અને શોપિયાના કેશવામાં ડ્રગ્સના કેસમાં પણ સામેલ હતો, તેણે ગોળીબાર કરીને એક નાગરિકને ઘાયલ કર્યો હતો.

આ આતંકવાદીને અગાઉ આત્મસમર્પણ કરવાની ઓફર કરવામાં આવી હતી પરંતુ તે સંમત થયો ન હતો. બાદમાં તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યૂ હતું. તેની પાસેથી એક પિસ્તોલ અને જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ઘાયલ નાગરિક હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.

(11:09 am IST)